લીલા તડતડીયાં:લીલા તડતડીયાં:
------------
પુખ્ત તડતડીયાં ફાચર આકારનાં આછા લીલા રંગના અને બચ્ચાં પીળાશ પડતાં લીલા રંગના હોય છે. બચ્ચાં પાન પર ત્રાંસા ચાલે છે. બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની બાજુએ રહીને રસ ચૂસે છે. તેથી પાનની ધાર પીળી પડી બદામી રંગની થઈ જાય છે અને છેવટે પાન વળી જાય છે.
o વી.એચ. ૬૦ ૨/૧, વી. એચ. ૬૪, એસકેઆઈ-૩, જેઆઈ-૯૪, વી એચ. ૭૦ ૧/૧ એ જાતો તડતડીયાં સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
o તડતડીયાંના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ જેવી કે ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડેમેટોન ૨૫ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.