Navsari Agricultural University

ડોડવા કોરનારી ઈયળ:

ડોડવા કોરનારી ઈયળ:
-----------------

ફૂદું ચળકતા પીળા રંગનુ નાનુ હોય છે. જેની પાંખોમાં કાળા રંગના ટપકાં હોય છે. ઈયળ ૨૫ મી.મી. લાંબી બદામી કે ગુલાબી રંગની હોય છે. કોશેટા રતાશ પડતા બદામી હોય છે. આ જીવાતનો ઉપદ્રવ માળ આવવા સમયે શરૂ થાય છે. ઈયળ કુમળા ડોડવા કોરીને દાણા ખાય છે. પાસેના ડોડવાને રેશમી તાંતણા અને હગાર વડે જોડીને જાળું બનાવી તેમાં રહે છે. ઘણી વખત અગ્ર ટોચને પણ કોરે છે. દિવેલા ઉપરાંત આંબાના મોર, જમરૂખ અને ફણસના ફળોમાં પણ આ જીવાત નુકસાન કરે છે.
o દિવેલાની ઘાંટા કોરનારી ઈયળ તેમજ કાતરાનો ઉપદ્રવ જણાય તો ડાયક્લોરોવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
o ક્લોરપાયરીફોસ ૧.૫% અથવા ક્વિનાલફોસ ૧.૫% ભુકી હેકટર દીઠ ૨૫ કિ.ગ્રા. પ્રમાણે ઘાંટા કોરનારી ઈયળ તેમજ કાતરા સામે અસરકારક જણાયેલ છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.