પાન કોરીયું:
---------
પુખ્ત બદામી રંગની ઝીણી માખી છે. કીડા નાજુક, પીળા રંગના અને પગ વિનાના હોય છે. માદા માખી કુમળા પાનની પેશીઓમાં ઈંડાં મૂકે છે. કીડા પાનના બે પડ વચ્ચે રહી લીલો ભાગ ખાઈને વાંકીચૂકી સાપના લીસોટા આકારની ઘીસીઓ પાડે છે.
o પાનકોરીયાની પુખ્ત માખીને આકર્ષીને મારવા માટે પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪ ઇસી) ૨૦ મિ.લિ. + આથો આવેલ ૨.૫ કિ.ગ્રા. ગોળ + શેરડીનો સરકો ૧૦૦ મિ.લિ. + ૧૦ લિટર પાણી પ્રમાણે ભેળવી બનાવેલ ઝેરી ખાજમાં નાડાની દોરીનો ૨૦ સે.મી. લાંબો ટૂકડો બોળી પ્લાસ્ટીકની બરણીમાં ઢાંકણ નીચે લટકાવવો. બરણી પર મોટા ૫ x ૫ સે.મી.ના ૪ કાણાં પાડવાં. બરણીમાં પ્લાસ્ટીકના કપમાં ઉગાડેલ ૭ થી ૮ દિવસનો છોડ રાખવો. આવા ૧૫ થી ૨૦ પિંજર પ્રતિ હેકટરે દિવેલાના છોડ પર લટકાવવા.
o પાનકોરિયાના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ જેવી કે ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડેમેટોન ૨૫ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.