Navsari Agricultural University

સફેદમાખી:

સફેદમાખી:
--------

સફેદમાખી નાજુક સૂક્ષ્મ કદની, પીળા શરીરવાળી, સફેદ મીણ આચ્છાદિત પાંખોવાળી હોય છે. જયારે કોશેટા ચપટા, લંબગોળ અને સફેદ કિનારીવાળા હોય છે. બચ્ચાં અને પુખ્ત પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. અસર પામેલા પાન કોકડાઈને સૂકાઈ જાય છે. વધુ ઉપદ્રવમાં છોડનો જૂસ્સો ઘટી જાય છે. સફેદમાખીનો મીઠો પેશાબ પાન ઉપર પડતા ત્યાં કાળી ફૂગ ઉગવાથી છોડ કાળા પડીને ઠીંગણા રહી જાય છે.

o દિવેલા સીઓ-૧ અને ઈસી - ૧૦૩૭૪૫ જાતો સફેદમાખી સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે, જ્યારે એસ-૨, ૧૭-૨, જેજીજી, જેઆરઆર, જેઆઈ-૫૩૧૩૭૯, ૨૧૫૭૬૮, ૫૯૧૨-એ, ઈસી-૮૦૮૫૨ અને ઈસી-૯૭૭૦૮ જાતો સહનશક્તિ ધરાવે છે.
o સીરેન્જીયમ પારસેસીટોસમ નામના બદામી રંગના પરભક્ષી ઢાલિયા દિવેલાની સફેદ મશીના નિયંત્રણ માટે ઉપયોગી છે.
o લીમડાની લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૫ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ + ટ્રાઈટોન એકસ (સ્ટીકર/સ્પ્રેડર) ૧૦ મિ.લિ. પ્રમાણે ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાથી સફેદમાખીનું નિયંત્રણ થાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.