Navsari Agricultural University
પાક ની અગત્યતા
------------------

રોકડીયા પાકોમાં કપાસ ભારત અને ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. કપાસ એ દેશના અર્થકારણમાં અગત્યનો ભાગ ભજવે છે. દુનિયામાં કપાસના વાવેતરની દૃષ્િટએ ભારત પ્રથમ ક્રમ ધરાવે છે. પરંતુ ઉત્પાદકતામાં પાછળના ક્રમે છ ભારતમાં ૮૧.૪૮ લાખ હેકટર વિસ્તારમાંથી લગભગ ૧પ૩ લાખ ગાંસડી (૧૭૦ કિલો) રુ પાકે છે. ગુજરાતનો ફાળો અનેક્રમે ૧પ.૭૮ લાખ હેકટર અને ર૭ લાખ ગાંસડી રુનો છે. કપાસ ઉગાડતા અગત્યના રાજયોમાં ગુજરાત કપાસના વિસ્તારની દૃષ્િટએ મહારાષ્ટ્ર પછી દિવતીય સ્થાન ધરાવે છે.

ભારત આઝાદ થયુ ત્યારે રૂનું ઉત્પાદન ર૭.૯ લાખ ગાંસડી(૧૯૪૭-૪૮) હતુ. જેવધીને (૧૯૯૮-૯૯) ૧૭પ.૦૦ લાખ ગાંસડી થયુ છે. જે રૂના ઉત્પાદનમાં ૬ર૭ ટકા વધારે સુચવે છે. ગુજરાતની સ્થાપના સમયે (૧૯૬૦-૬૧) રૂની ઉત્પાદકતા ૧૩૯ કિ.ગ્રા./હે. હતી. જે વધીને ૧૯૯૮-૯૯ માં ૪પ૧ કિ.ગ્રા/હેકટર હતી. સને ર૦૦૦-ર૦૦૧માં રૂની ઉત્પાદકતા ર૯૧ કિ.ગ્રા/હે. રુ રહી હતી. રુની ઉત્પાદકતા ભારત/ગુજરાતના અર્થકરણ ઉપર ભારે અસર કરે છે. કારણ કે એક કિલોગ્રામ રૂના વધુ ઉત્પાદનથી ફકત ગુજરાતને આજના વિસ્તારના આધારે રૂપિયા નવ કરોડ જેટલી વધારાની આવક મળે છે.

કપાસનું ઉત્પાદન ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે અને દરેક પરિબળ ઉત્પાદનમાં અગત્યનો ભાગ ભજવે છે. કપાસનું વધુ ઉત્પાદન મેળવવા માટે આ બધા પરિબળો પુરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ક્ષોત્રવિદ્યાની અખતરા આધારીત ઘણી વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિઓ ઉપલબ્ધ થઈ છે. આ બધી વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિઓનો સમજપૂર્વક ઉપયોગ કરી કપાસની જાતોની ઉત્પાદન શકિતનો પુરેપુરો લાભ ઉઠાવી શકાય. ભારતમાં ગુજરાતની ઉત્પાદકતા હજુ પણ વધારી શકાય તેમ છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.