વાવણી સમય અને પદ્ધતિ
---------------------------
વાવણીનો સમય :
સારો વરસાદ થયે જુનના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈની શરૂઆતમાં વાવણી કરવી. વરસાદ આધારિત ખેતીમાં ચોમાસાની શરુઆત થાય તે પહેલા એક અઠવાડિયા અગાઉ કપાસના બીજને સુકી જમીનમાં વાવી શકાય.
કપાસનું આગોતરું વાવેતર પિયતની સગવડ હોયતો મે-જુન મહિનામાં પિયત આપી સંકર કપાસનું આગોતરું વાવેતર કરી શકાય.
કપાસનું આગોતરું વાવેતર કરવરથીફ નીચે મુજબના ફાયદા થાય છે.
સંકર કપાસના ૧પ-ર૦ દિવસના આગોતરા વાવેતરથી સામન્ય વાવેતર કરતા વધુ ઉત્પાદન મલે છે.
સ્ાંકર -૮ જેવી જાતનું આગોતરું વાવેતર કરવાથી બીજોપાક લઈ શકાય અને ફેરબદલીનો લાભ મલે.
આગોતરું વાવેતર કરવાથી ચુસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ઓછો થાય છે. મોટાભાગના જીંડવા વહેલા તૈયાર
થઈ જતા હોવાથી જીંડવાની ઈયળોના ઉપદ્રવથી પાકને બચાવી શકાય છે.
પાક વહેલો પુરો થવાથી શિયાળાની અતિ ઠંડીના દિવસોમાં પાકને હીમથી બચાવી શકાય છે.
પાક વહેલો તૈયાર થવાથી સારા બજારભાવ મલે છે.
એકમ વિસ્તારમાંથી વધુ નફો મેળવી શકાય છે.
વાવણીની રીત અને ઉંડાઈ :
વાવણીની બે રીત છે.
(૧) થાણીને અને
(ર) ઓરીને
કપાસની ઉત્પાદકતા વાવણીની રીત અને વાવણીની ઉંડાઈ પર પણ આધાર રાખે છે. સંકર કપાસની વાવણી ઓરીને કરવા કરતાં થાણીને કરવાથી વધુ સારી પુરવાર થયેલ છે. અને આથર્િક રીતે પણ લાભદાયી છે. વરસાદ આધારીત વિસ્તારમાં કપાસની સ્થાયી જાતોનું વાવેતર સામાન્ય રીતે ઓરીને જ કરવામાં આવે છે. ભેજની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી ૪ થ્ાી ૬ સે.મી. ઉંડાઈએ વાવણી કરવી.
બીજનો દર તથા માવજત
-----------------------------
બીજનું પ્રમાણ અને વાવણીનું અંતર :
કપાસનું ઉત્પાદન મેળવવા માટે હેકટર દીઠ બીજનું પ્રમાણ અને વાવણીનું અંતર (બે છોડ અને બે હાર વચ્ચે) ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. બીજનું પ્રમાણ અને વાવણીનું અંતર, જમીનનો પ્રકાર, જમીનની ફળદ્રુપતા, વાતાવરણની પરિસ્િથતી અને કપાસની જુદી જુદી જાતો પર પણ આધાર રાખે છે. જે જાતોની વાનસ્પતિક વૃધ્િધ વધુ થતી હોય તેનું વાવણીનું અંતર ઓછી વૃધ્િધ પામતી જાતો કરતા વધુ રાખવું જોઈએ. જેથી કપાસનાં છોડના વાનસ્પતિક ભાગોને વધુમાં વધુ સુર્યપ્રકાશ મળે અને છોડનાં મુળનો યોગ્ય વિકાસ થાય તે ધ્યાનમાં લઈ અનુકુળ અંતરે વાવણી કરવી હિતાવહ છે. (કોઠો-ર)