જમીન અને આબોહવા
----------------------
જમીન :
કપાસના પાકને સારા નિતારવાળી મધ્યમ કાળી, બેસર, ગોરાડુ તથા સાધારણ રેતાળ જમીન વધુ અનુકુળ આવે છે.
પ્રાથમિક ખેડ :
ચોમાસુ ઋતુ શરૂ થાય તે પહેલાં જમીન હળવી ખેડવી. હળની ખેડ જમીનમાંના ભેજ અભાવે થઈ શકે તેમ ન હોય તો કરબથી ખેડ કરવી આવશ્યક છે. આ ખેડ જમીનમાં વરસાદના પાણી તેમજ ભેજનો સંગ્રહ કરવાની ક્ષામતામાં વધારો કરવામાં મદદરૂપ થાય છે. જેથી બીજનું સ્ફૂરણ સારૂ થાય અને છોડની સંખ્યા જળવાઈ રહે જે ખેતરમાં પાણી ભરવાનો પ્રશ્ન હોય તેવા ખેતરોમાં ઢાળીયા પાળી બનાવી વાવણી પાળી ઉપર કરવી. જેથી બીજ કહોવાઈ જતાં અટકે છે. જમીનને ઉનાળામાં બેથી ત્રણ વષ્ર્ાના અંતરે ટ્રેકટરથી ઉંડે ખેડ કરવાથી બહુ જ વષ્ાર્ાયુ નિંદામણનું પ્રમાણ ઘટાડી શકાય છે.