ખાતર વ્યવસ્થાપન
-------------------
સેન્િદ્રય ખાતર : બીજા પાકની માફક કપાસના પાક માટે પણ જમીનમાં જરૂરી પ્રમાણમાં હયુમસનો પુરવઠો હોવો ખુબજ આવશ્યક છે. હયુમસ જમીનમાં રહેલા સુક્ષમ જીવાણુંઓ તેમજ જંતુઓનાં સંવર્ધન માટેનું માધ્યમ છે. હયુમસ છોડને ઉપયોગી પોષ્ાક તત્વો પુરા પાડે છે. જમીનની પત તેમજ જમીનની પરિસ્િથતીને સુધારે અને જાળવી રાખે છે. (ફળદ્રુપતા જાળવી રાખે છે.) આમ જમીનમાં ભેજનાં સંગ્રહ તેમજ હવાની અવર જવર માટે અનુકુળ પરિસ્િથતી ઉત્પન્ન કરે છે. મુળની મહત્તમ કાર્યક્ષામતા માટે જમીનમાં યોગ્ય પ્રમાણમાં ભેજ અને જરૂરી પ્રાણવાયુ માટે યોગ્ય પ્રમાણમાં હવાની અવર જવર ખુબજ જરૂરી છે.
સેન્િદ્રય ખાતરો ભારે કાળી જમીનમાં નીતાર શકિત વધારે છે. તથા રેતાળ અને હલકી જમીનમાં તેમજ વરસાદ આધારીત ખેતી વિસ્તારમાં જમીનની ભેજસંગ્રહ શકિતમાં વધારો કરે છે. તદઉપરાંત જમીનની પરિસ્િથતી સુધારી ભરભરી બનાવે છે. સેન્િદ્રય ખાતરના ઉપયોગી માધ્યમો તરીકે છાણિયું ખાતર, ગળતીયું ખાતર, છોડના નકામા ભાગો, ખોળ વગેરેનો ઉપયોગ થાય છે. ઉંચી બજાર કિંમત અને ઓછા પુરવઠાને કારણે સેન્િદ્રય ખાતરો જમીનની ફળદ્રુપતા માટે તેમજ સુધારણા માટે ખુબજ ઉપયોગી હોવા છતાં એને કપાસનાં પાક માટે દિવતીય કક્ષાાની જરૂરીયાત તરીકે સ્વીકારવામાં આવેલ છે.
રાસાયણિક ખાતર
ભારતની પરિસ્િથતીમાં એક કવીન્ટલ કપાસના ઉત્પાદન માટે જમીનનો પ્રકાર અને કપાસની જાતોને આધારે ૬ થી ૭.૮ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૦.પ થી ૧.ર કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૭ થી ૧૦ કિ.ગ્રા. પોટાશની જરૂરીયાત રહે છે. પિયત તેમજ બિનપિયત કપાસના ઉત્પાદન માટે નાઈટ્રોજનનાં ઉપયોગની સારી અસર જોવા મળે છે. આમ છતાં આ અસરનું પરિણામ જુદું જુદું હોય છે. પિયત કપાસમાં નાઈટ્રોજનની અસર બિનપિયત કપાસ કરતાં વધુ જોવા મળે છે. ભરુચ તથા વિરમગામ ખાતે દેશી કપાસમાં પ્રતિ હેકટરે ૪૦ કિલો નાઈટ્રોજન સુધી અસરકારક જણાયેલ છે. જયારે અમરેેલી ખાતે આરબોરીયમ કપાસમાં નાઈટ્રોજન ફકત રપ કીલો/હે. સુધી અસરકારક જણાયેલ છે. ભરુચ ખાતે બિનપિયત ગ્ુા.કપાસ સંકર-૬ માટે પ્રતિ હે. ૧૬૦ કિલો નાઈટ્રોજન અસરકારક માલુમ પડી છે.
અત્યાર સુધી લેવાયેલા અખતરાઓના પરિણામો પરથી જાણવા મળેલ છે કે પિયત તેમજ બિનપિયત કપાસમાં ફોસ્ફરસ અને પોટાશનો ઉપયોગ લાભદાયક નથી. તેનાં સંભવિત કારણો નીચે પ્રમાણે છે.
• બીજા પાકની સરખામણીમાં કપાસનાં પાકને ફોસ્ફરસની જરૂરીયાત ઓછી છે.
• કપાસના મૂળ જમીનમાં વધુ ઉંડા જતા હોવાથી તેની જરૂરીયાત પુરતો ફોસ્ફરસ મેળવી શકે છે.
• કપાસના મૂળથી ઝરતો રસ ફોસ્ફરસની લભ્યતા વધારવામાં ઉપયોગી હોઈ શકે.
• કપાસના છોડ પરથી પાકા થયેલા પાન સુકાઈને ખરી જાય છે. જે જમીનમાં સારા એવા પ્રમાણમાં પોષ્ાક તત્વોનું પણ ચક્ર દર વષ્ર્ો ચાલતુ રહે છે.
• જમીનમાં રહેલા સેન્િદ્રય ફોસ્ફરસનું સ્થીરીકરણ મોટા પ્રમાણમાં થતુ હોવું જોઈએ.
• મુખ્યત્વે કપાસ ઉગાડતા વિસ્તારોની જમીનમાં પોટાશ પુરતા પ્રમાણમાં હોય છે.
• કપાસની જુદી જુદી જાતોની પોષ્ાક તત્વોની જરૂરીયાત મુજબ ભલામણ કરેલ રાસાયણિક ખાતર આપવું. (કોઠો-ર)