જાતોની પસંદગી
------------------
સમગ્ર રાજય માટે વાવેતર માન્ય જાતો:
કપાસના વાવેતર માટે રાજયના નીચે જણાવેલ ચાર વિભાગો માટે દેશી જાતન ન્યત કરેલી છે. ઈન્ડો અમેરિકન જાતો જેવીકે ગુ.ક. ૧૦ (૧૯૭૪) અને દેવીરાજ (૧૯પ૧) અને સંકર જાતો સંકર-૪ (૧૯૭૧) ગુ. કપાસ સ.કર-૬ (૧૯૮૦) ગુ. કપાસ સંકર-૮(૧૯૮૮) ગુ. કપાસ સંકર-૧૦ (૧૯પપ) ગુ. કપાસ દેશી સંકર-૭ (૧૯૮૪) અનેગુ. કપાસ દેશી સંકર-૯(૧૯૮૯) માટે ખાસ વિભાગો નથી.
જમીનની ભૌગોલિક પરિસ્િથતી અને આબોહવાના આધારે ગુજરાત રાજયમાં દેશી કપાસના વાવેતર માટે નીચે મુજબના ચાર વિભાગ પાડવામાં આવેલ છે.
દક્ષિાણ ગુજરાત કપાસ વિભાગ : આ વિભાગમાં નર્મદા નદીથી દક્ષિાણ ગુજરાતનાં પ્રદેશનો સમાવેશ થાય છે. આ વિભાગની જમીન મધ્યમ કાળીથી ભારે કાળી છે. સરેરાશ વરસાદ ૧૦૦૦ થી ૧પ૦૦ મી.મી. છે. આ વિભાગ માટે ખુલ્લા કાલાની હરબેશ્યમ જાતો જેવીકે દિગ્વિજય (૧૯પ૬) અને ગુ. કપાસ સંકર-૧૧ (૧૯૭૯) વાવેતર માનય થયેલી છે.
મધ્યમ ગુજરાત કપાસ વિભાગ : આ વિભાગમાં ઉત્તરમાં સાબરમતી અને દક્ષિાણમાં નર્મદા નદીની વચ્ચેનો પ્રદેશ કે જેમાં ભરૂચ જીલ્લાનો ભાગ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા જીલ્લાઓ, ખેડા અને અમદાવાદ જીલ્લાનાં કેટલાંક ભાગોનો સમાવેશ થાય છે. આ વિભાગની જમીન કાળી, મધ્યમ કાળીથી માંડીને ગોરાડુ અને રેતાળ પ્રકારની છે. વરસાદ ૭૦૦ થી ૧૦૦૦ મી.મી. છે. આ વિભાગ માટે ખુલ્લા કાલાવાળી હરબેશ્યમ કપાસની જાતો જેવીકે દિગ્વિજય (૧૯પ૬), ગુ. કપાસ -૧૧ (૧૯૭૯) , ગુ. કપાસ -૧૭ (૧૯૯પ) , તથા ગુ. કપાસ-ર૩ (ર૦૦૦) અને અમેરિકન કપાસની ગુ.ક. -૧૬ (૧૯૯પ) ની ભલામણ છે.
વાગડ કપાસ વિભાગ : સાબરમતી નદીથી ઉત્તર પુર્વનો પ્રદેશ, કચ્છ અને સૌરાષ્ટ્રનાં (મઠીયો કપાસ વિભાગ સિવાયનો) ભાગનો સમાવેશ થાય છે. જમીન મધ્યમ કાળી, ગોરાડુ તેમજ રેતાળ અને બેસર પ્રકારની છે. વરસાદ અનિયમિત અને ૩૦૦ થી ૭પ૦ મી.મી. છે. આ વિભાગ માટે બંધ/અર્ધખુલ્લ્ા હરબેશ્યમ કપાસની જાતો જેવીકે વી- ૭૯૭ (૧૯૬૬), ગુ.ક.-૧૩(૧૯૮૧) તથા ગુ. કપાસ -ર૧(૧૯૯૮) અને અમેરિકન કપાસની ગુ.કપાસ-૧ર(૧૯૮૧) તથા જુનાગઢ વિસ્તાર માટે ગુ. કપાસ-૧૮(૧૯૯૯) ની ભલામણ છે.
મઠીયો કપાસ વિભાગ : ભાવનગર, અમરેલી જીલ્લાઓ અને તેને અડીને આવેલ અન્ય જીલ્લાઓના કેટલાંક ભાગનો સમાવેશ થાય છે. જમીન મધ્યમ, કાળી અને છીંછરી છે. વરસાદ આશરે પ૦૦ મી.મી. છે. આ વિભાગ માટે આરબોરીયમ કપાસની જાતો જેવીકે સંજય (૧૯પ૮), ગુ.ક.-૧૯(૧૯૯૭)) ની ભલામણ છે