પાક ની અગત્યતા
---------------------
ધાન્ય પાકોમાંઘઉ બે મૃદાઓને લીધે એક અદ્વિતિય પાક છે. પ્રથમ ઘઉના પ્રોટીનમાં ૮પ થી ૯૦ ટકા ગ્લુટેન ધરાવે છે. જેનુ પ્રમાણ અને ગુણવત્તા ઘઉની વિભિન્ન બનાવટો માટે આભારી હોય છે. બીજા ધાન્ય પાકોની સરખામણીમાં ઘઉની રોટલીને વાળીએતો તુટતી નથી. જે આ ગ્લુટેન નામક તત્વને આભારી છે.
બજારમાં ઘઉના દાણાનો રંગ , દાણાની ચમક, દાણાનું કદ, દાણા જો ભરાવદાર તથા અશુધ્િધમુકત હોય તે સારી ગુણવત્તા વાળા ઘઉ કહેવાય છે.
જયારે પ્રોસેસર ની દષ્િટએ ઘઉ કયા પ્રકારની બનાવટ માટે વાપરવાના છે તે ઉપર નિર્ભર કરે છે. રોટલી, બ્રેડ, કેક, કુકીયા જેવી બનાવટો માટે વધારે પ્રોટીનના પ્રમાણના સાથે સેડીમેન્ટેશન માત્રા પણ જોડાય છે. આથી વિવિધ બિસ્કીટ જેવી બનાવટો માટે પ્રોટીનનું પ્રમાણ ઓછુ હોય તે સારી ગુણવત્તા ગણાય છે.
ઘઉની નિકાસ કરવા માટે દાણાનો દેખાવ, દાણાનો રંગ, દાણાનું કદ અને આકાર, ભરાવદાર દાણા, પ્રોટીનનું વધુ પ્રમાણ તથા પોટીયાપણાથી મુકત હોય એ સારા ગુણધમર્ા ગણાય છે. આ સિવાયના વધુ હેકટોલીટર વેઈટ, સીમોલીનાનું વધુ મળતર મીલરો માટે અગત્યના ગુણધમર્ો ગણાય. તૂટેલા દાણાનું પ્રમાણ ઓછુ, જીવાત, ફુગના ઉપદ્રવો વગરનું નિંદણના બીજ, માટી, રેતી, કાંકરાની મુકત ઘઉં હોય તો તેની પસંદગી થાય છે.
આપણા રાજયમાં એસ્ટીવમ (ટુકડી ઘઉં) અને ડયુરમ (દાઉદખાની ઘઉં) એમ બે પ્રકારના ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. જયારે ડાયકોકમ (પોપટીયા ઘઉં) પ્રકારના ઘઉંનું વાવેતર ખૂબજ મયર્ાદિત વિસ્તારમાં રાજયના અમુક ભાગમાં થાય છે. આ ત્રણે પ્રકારના ઘઉંનો ઉપયોગ તેના દાણાની ગુણવત્તાને આધારે જુદી જુદી બનાવટો માટે કરવામાં આવે છે.