Navsari Agricultural University
જમીન અને આબોહવા
-----------------------

ઘઉં પાક ઉત્પાદનમાં પુરતી છોડની સંખ્યા મેળવવા માટે જમીનની તૈયારી અત્યંત જરુરી છે. રાજયમાં વિવિધ વિસ્તારોમાં જમીનના પ્રત પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. રેતાળ, ગોરાડુ અને બેસર પ્રકારની જમીનને સખત થતી અટકાવવા તેમજ ઉધઈનો ઉપદ્રવ ધટાડવા માટે ચોમાસુ પાકની કાપણી કયર્ા બાદ તુર્તજ જમીન ખેડી જડીયા વીણી લઈ સમાર મારવાથી –ઢેફાં ભાંગી જાય છે. અને વાવણી માટે ખેતર તૈયાર થાય છે. ખેડાણમાં વિલંબ તેમજ વધુ પડતી ટ્રેકટરની ખેડ કરવાથી જમીનના નીચેના ભાગમાં સખતાઈ વધે છે (હાર્ડપાન) જે નિતારશકિત તેમજ મુળના વિકાસને અટકાવે છે.

ડાંગર-ઘઉં પાક પધ્ધતિમાં ખેડૂતો બે થી ત્રણ ઉંડી ખેડ કરી પિયત આપી જમીન તૈયાર કરે છે. તે આથર્િક રીતે પોષ્ાણક્ષામ નથી. તેના કરતાં હાલમાં ઉપલબ્ધ ઝીરો ટીલેજ સીડ-કમ-ફટર્ીલાઈઝર વાવણીયાનો ઉપયોગ કરવાનો અભિગમ અપનાવવો હિતાવહ છે. આ પધ્ધતિમાં કાળી કે ભારે કાળી જમીનોમાં વાવણી સમયે પયર્ાપ્ત ભેજ હોય તો અથવા ન હોય તો આછુ પિયત આપી વરાપ થયે કોઈ પણ પ્રકારની ખેડ કયર્ા વગર ઘઉંનું વાવેતર કરવાથી વાવેતર સમય સાચવીને નાણાં અને ઉજર્ાની બચત કરી સારુ ઉત્પાદન મેળવી શકાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.