કાપણી અને સંગ્રહ
--------------------
દાણામાં ભેજનું પ્રમાણ ૧ર% થી વધારે ન હોવુ જોઈએ. દાણામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો તે દાણાના દેખાવને અને ગુણવત્તાને અસર કરે છે. આથી તેનો બજાર ભાવ ઓછો મળે છે. કાપણી વખતે અન્ય કોઈ જાતના પાક અથવા નિંદણના છોડ ન આવે તેની કાળજી લેવી જોઈએ. થ્રેશરમાં ઘઉં લેતી વખતે થ્રેશરને સંપૂર્ણ સાફ કરવુ અને તેમાં અન્ય દાણા રહી ન જાય તેની ખાત્રી કરવી જોઈએ.પાક તૈયાર થાય કે તરતજ સમયસર કાપણી કરી લેવી જોઈએ. કાપણી વહેલી સવારે અથવા સાંજે કરવી.પાકની કાપણી કયર્ા પછી તરત અથવા બીજા દિવસે પૂળા બાંધી ભેગા કરી લેવા જોઈએ. ખેતરમાં કાપ્યા પછી વધુ સમય સુધી પડી રહેતા દેવાથી દાણા ખરવાની શકયા રહે છે.સંગ્રહ દરમ્યાન દાણામાં ભેજનું પ્રમાણ ૧૦% જેટલુ હોવુ જોઈએ. આ માટે દાણાને સૂર્યપ્રકારમાં બરાબર તપાવી, ઠંડા પાડયા પછી તેનો સંગ્રહ કરવાથી સંગ્રહ દરમ્યાન જીવાત પડતી નથી. અને દાણાની ગુણવત્તા જળવાઈ રહે છે.
અનાજના કોઠારો, કોથળા, લોખંડના પીપમાં જો સંગ્રહ કરવાનો હોય તો તેને બરાબર સાફ કરી અગાઉ ભરવામાં આવેલ અનાજના કણો તેમજ જીવાત તથા અન્ય કચરો કાઢી સ્વચ્છ કરવા જોઈએ. તેમજ કોઠારો, ગોડાઉનો ચૂંનાથી ધોળવા જોઈએ. કોથળાઓ ઉપર મેલાથીઓન ૦.૧% નો છંટકાવ કરી પ્રવાહી સુકાયા બાદ સંગ્રહ કરવો જોઈએ.ઘરઘથ્થુ સંગ્રહ માટે કિવન્ટલ દીઠ પ૦૦ મિલી દિવેલથી દાણાને મોઈને અથવા ર કિલો લીમડાના સૂકા પાન ભેળવીને સંગ્રહ કરવો.ગોડાઉન કે કોઠારમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ૩ ગ્રમની ગોળી/પાવડર પ્રતિ કિવન્ટલ પ્રમાણે કાપડમાં મૂકી રથી ૩ દિવસ હવાચૂસ્ત રાખવા.અનાજ સંગ્રહ માટે કોઈ પણ જંતુનાશક દવાનો સીધો છંટકાવ કયારેય ઘઉં ઉપર કરવો નહિ.