વાવણી સમય અને પદ્ધતિ
---------------------
ગુજરાત રાજયમાં શિયાળો ખુબ જ ટુંકો છે તેમાં પણ ઉત્તર ગુજરાતની સરખામણીમાં દક્ષિાણ ગુજરાતમાં ઠંડી ઓછી પડે છે. રાજયમાં ધઉંની વાવણી માટે સૌથી ઉતમ સમય ૧પ થી રપ નવેમ્બર સુધીનો છે. અને સંજોગોવસાત મોડી વાવણી કરવી પડેતો ૧૦ ડીસેમ્બર સુધામાં કરી શકાય. વહેલાં વાવેતરમાં શરૂઆતમાં ઉષ્ણતામાન વધારે હોવાથી દાણાના ઉગાવા, ફુટ અને ઉંબીના કદ ઉપર વિપરીત અસર થાય છે. જયારે મોડા વાવેતરમાં દાણાના ભરાવા સમયે (પાકવાની અવસ્થાએ) ઉંચા ઉષ્ણતામાનને કારણે દાણા ચીમળાઈ ગયેલા રહે છે. (દાણા જીરીયા થઈ જાય છે) અને પોષ્ાાતા નથી જેથી વધુ ઉત્પાદન મેળવવા માટે હંમેશા સમયસર વાવણી કરવી હિતાવહ છે.
વાવણી સમય જાતો બિયારણનોદર કિ.ગ્રા./હે. ખાતર
ના.ફો. પો. કિ.ગ્રા./હે.
સમયસર
(૧પ થી રપ નવેમ્બર) ટુકડી: ૧રપ
લોક : ૧ ૧રપ પાયામાં ૬૦:૬૦:૦
પૂતર્િ ૬૦:૦૦:૦
જી. ડબલ્યુ. ૪૯૬ ૧રપ
જી. ડબલ્યુ. પ૦૩ ૧રપ
જી. ડબલ્યુ. ર૭૩ ૧રપ
જી. ડબલ્યુ. ૩રર ૧રપ
કાઠીયા :
જી. ડબલ્યુ.- ૧૧૩૯ ૧પ૦
રાજ - ૧પપપ ૧પ૦
મોડી વાવણી
(રપ નવેમ્બર થી ૧૦ ડીસેમ્બર) લોક : ૧ ૧પ૦ પાયામાં: ૦૦ :૪૦:૦૦
પુતર્િ : ૪૦:૦૦:૦૦ પ્રથમ પિયતે
૪૦:૦૦:૦૦ બીજા પિયતે
જી. ડબલ્યુ. ૧૭૩ ૧પ૦
બીનપિયત જી. ડબલ્યુ. ૧ પ૦ થી ૬૦ વાવણી સમયે
રપ:૧ર.પ:૦
એ. ર૦૬ પ૦ થી ૬૦
સુકી જમીનમાં વાવણી કરી પિયત આપવાથી સારો ઉગાવો મેળવો
પોષ્ાકતત્વોનો કાર્યક્ષામ ઉપયોગ માટે અને વધુ ઉત્પાદન મેળવવા એકમ વિસ્તાર દીઠ છોડની પુરતી સંખ્યા જાળવવી જરૂરી છે. જે વિસ્તારમાં જમીન સારી રીતે ખેડી ભરભરી કરી શકાય તેમ હોય ત્યાં પ્રથમ સુકી જમીનમાં સમયસરની વાવણી માટે બે ચાસ વચ્ચે ર૩ સે.મી. (૯ ઈંચ) જયારે મોડા વાવેતર માટે ૧૮ સે.મી. (૭ ઈંચ) ના અંતરે વાવણીયાથી વાવણી કરી પછી પિયત આપવાથી ઉગાવો સારો મળે છે અને સમય તથા નાણાંની બચત થાય છે.