પિયત વ્યવસ્થાપન
------------------------
કટોકટીની અવસ્થાએ પાણીની ખેંચ ન વતર્ાય તે મુજબ પિયત આપો
પિયતની જરૂરિયાત જમીનનો પ્રકાર, હવામાન અને ઘઉંની જાત ઉપર આધાર રાખે છે. ઘઉંના પાકને પાણીની નહિ પણ ભેજની જરૂરિયાત હોય છે. માટે પાણીનંુ પ્રમાણ અને કટોકટીની અવસ્થાએ ભેજની ખેંચ ન પડે તે રીતે ઘઉંના પાકને પિયત આપવાનંુ આયોજન કરી પિયત આપી પાકનંુ વધુ ઉત્પાદન મેળવો.
ઘઉના પાકને પિયત માટે કટોકટીની નીચે જણાવ્યા મુજબની છ અવસ્થાએ અચૂક પાણી આપો
૧. મુકુટ મૂળ અવસ્થા/વાવણી પછી ૧૮ થી ર૧ દિવસે
ર. ફૂટઅવસ્થા(૩૮થી ૪૦ દિવસે )
૩. ગાભે આવવાની અવસ્થા(પ૦ થી પપ દિવસે )
૪. ફૂલ અવસ્થા(૬૦ થી ૬પ દિવસે)
પ. દુધિયા દાણા અવસ્થા(૭પ થી ૮૦ દિવસે)
૬. પોંક અવસ્થા(૯૦ થી ૯પ દિવસે)
ઉપર મુજબની કુલ છ કટોકટીની અવસ્થાએ અચૂક પિયત આપવંુ. કોઈ પણ એક અવસ્થાએ પિયત ચૂકી જવાથી ઉત્પાદનમાં નોંધનીય ઘટાડો થાય છે. દાણામાં પોટીયાપણંુ (સફેદ દાગ) નંુ પ્રમાણ ઓછંુ કરવા અને દાણાનો ચળકાટ વધારવા માટે છેલ્લુ પિયત પોંક અવસથાએ (૯૦ દિવસે ) આપી દેવંુ ત્યાર પછી પાણી આપવંુ સલાહ ભરેલંુ નથી.
પુરતી પાણીની સગવડ ન હોય એવી વખતે જો એકજ પિયત આપવાની સગવડ હોય તો મુકુટ મૂળ અવસ્થાએ, જો બે પિયતની સગવડ હોય તો મુકુટ મૂળ અને ફૂલ અવસ્થાએ અને જો ત્રણ પિયત આપવાની સગવડ હોય તો મુકુટ મૂળ, ફૂલ અવસ્થા અને પોંક અવસ્થાએ આમ ત્રણ પિયત આપવા.