Navsari Agricultural University
ખાતર વ્યવસ્થાપન
-----------------------

પોષ્ાક તત્વો પૈકી વધુ માત્રામાં જરુરીયાત રહે છે તેવા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વો જમીન ચકાસણી અહેવાલ મુજબ ભલામણ કરેલ સમયે અને પધ્ધતિ પ્રમાણે આપવા જરુરી છે ઘઉંના પાકમાં પોષ્ાણક્ષામ વધુ ઉત્પાદન મેળવવા માટે ૧ર૦ થી ૧પ૦ કિગ્રા નાઈટ્રોજન, ૬૦ કિગ્રા ફોસ્ફરસ અને બાકીના તત્વોની જમીન ચકાસણી અહેવાલમાં ઉણપ દશર્ાવેલ હોય તો તેટલા પ્રમાણમાં પોટાશ, ઝીંક અને લોહ ત્ત્વો આપવા જરુરી છે.
સમયસરની વાવણીમાં પાયાના ખાતરો પૈકી ૬૦ કિગ્રા નાઈટ્રોજનત્ર ૬૦ કિગ્રા ફોસ્ફરસની જરુરીયાત રહે છે. આ માટે ૧૩૦ કિગ્રા ડીએપી અને ૮૦ કિગ્રા યુરીયાની જરુર રહે છે જયારે મોડી વાવણીના સંજોગોમાં પાયાના ખાતરમાં ફકત ફોસ્ફરસ તત્વ ૪૦ કિગ્રા. આપવાનુંથાય છે. આ માટે રપ૦ કિલો સીંગલ સુપર ફોસ્ફેટ / ૧રપ કિલો ડબલ સુપર ફોસ્ફેટ / ૮૩ કિલો ટિ્રપલ સુપર ફોસ્ફેટ આપવું.
સમયસરની વાવણીમાં પૂતર્િ ખાતર તરીકે ફકત નાઈટ્રોજન તત્વ એકજ હપ્તામાં આપવાની જરુરીયાત (હેકટર દીઠ ૬૦ કિગ્રા) રહે છે. આ ખાતર ટુકડી પ્રકારના ઘઉંમાં પ્રથમ પિયત વખતે (ર૧ દિવસે) અને કાઠા પ્રકારના ઘઉંમાં ૩પ દિવસે આપવાની જરુરીયાત રહે છે મોડી વાવણીમાં પૂરતી ખાતર તરીકે કુલ ૮૦ કિલો નાઈટ્રોજન તત્વ બે સમાન હપ્તામાં આપવાની ભલામણ છે. જેમાંથી પ્રથમ હપ્તો પ્રથમ પિયત ( ર૧ દિવસે ) અને બીજો હપ્તો બીજા પિયત (૩પ દિવસે) આપવો.
જમીનની ફળદ્રુપતાના આધારસ્તંભ જે અગત્યની બાબત છે તે છાણીયુ ખાતર હેકટર દીઠ ૧૦ થી ૧પ ટન સારુ કહોવાયેલ ખાતર આપવુ જરુરી છે

ઘનિષ્ઠ પાક પધ્ધતિમાં જે જમીનોમાં વષ્ર્ામાં બે કે વધુ પાક લેવામાં આવતા હોય તેમાં સૂક્ષમ તત્વોની ઉણપ જોવા મળે તો જમીન ચકાસણી અહેવાલ મુજબ જે તે તત્વો જમીનમાં આપવા. જો ઉભા પાકમાં સૂક્ષમ તત્વોની ઉણપ જણાય તો બજારમાં ઉપલબ્ધ સૂક્ષમ તત્વ ગ્રેડ-૩ ( લોહ -૪%, મેન્ગેનીઝ -૧%, જસત -૬%, તાંબુ -૦.પ% અને બોરોન -૦.પ% )૧ ટકાના દ્રાવણનો વાવણી બાદ ૩૦, ૪૦ અને પ૦ દિવસે છંટકાવ કરવો.
ભાસ્િમક જમીનમાં ર-૩ વષ્ર્ો જમીન સુધારક જીપ્સમનો યોગ્ય માત્રામાં ભલામણ કરેલ પધ્ધતિ મુજબ ઉપયોગ કરવો. જયારે ક્ષાારીય જમીનમાં જીપ્સમનો ઉપયોગ કરવો નહિ.
બિનપિયત ઘઉંના વિસ્તારમાં આથર્િક પોષ્ાણક્ષામ ઉત્પાદન મેળવવા હેકટર દીઠ ૧ર.પ કિગ્રા ફોસ્ફરસ અને ર૦ કિગ્રા નાઈટ્રોજન તત્વ આપવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
નવીન જાતો જી.ડબલ્યુ ર૭૩ અને જી.ડબલ્યુ ૩રરનો વાવેતરમાં ઉપયોગ કરી એઝેટોબેકટર ત્ર પી.એસ.બી.નો વાવણી પહેલાં પટ આપવાથી પ૦ટકા ફોસ્ફરસ અને રપ ટકા નાઈટ્રોજન તત્વોની બચત કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.