Navsari Agricultural University
નીદણ વ્યવસ્થાપન
------------------------

નિંદણ મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે સાંકળા પાનવાળા અને પહોળાપાનવાળા ઉપરાંત તેને એકદળ અને દ્વિદળ એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે. આ તમામ પ્રકારના નિંદણના નિયંત્રણ માટે

(૧) કષ્ર્ાણ પધ્ધતિ:
નિંદણ મુકત બીજનું વાવેતર કરવું. આંતરખેડ રર.પ સે.મી. અંતરે અથવા હળના ચાસમાં વાવેલ પાકમાં પ્રથમ પિયત પછી આંતરખેડ કરવાથી મોટા ભાગના નિંદણનો નાશ થાય છે.નિંદામણ કરાવવું.પાકમાં રહી ગયેલ નિંદણના છોડને બીજા પિયત વખતે ખેંચીને ઉપાડી લઈ નાશ કરવો.શેઢા-પાળા-ઢાળીયા નિંદણમુકત રાખવા

(ર) રાસાયણિક પધ્ધતિ:
આ પધ્ધતિ જે વિસ્તારમાં નિંદણનું પ્રમાણ વધુ હોય અને મજૂરોથી નિંદામણ થઈ શકતુ ન હોય અથવા આથર્િક રીતે મજૂરો પોષ્ાાય તેમ ન હોય તેવા સમયે રસાયણોનો યોગ્ય સમયે, યોગ્ય પધ્ધતિથી છંટકાવ કરવામાં આવે છે. આ પધ્ધતિ પાકની વાવણી પછી બે તબકકામાં કરી શકાય છે. જેમ કે (૧) ઘઉંની વાવણી બાદ પરંતુ તેના ઉગાવા પહેલાં અને (ર) ઉભા પાકમાં
(અ) ઘઉંના ઉગાવા પહેલાં (પ્રી ઈમરજન્સ)
આ પધ્ધતિમાં પેન્ડીમિથાલીન ૧.૦૦ કિગ્રા સકિ્રય તત્વ હેકટરે ૬૦૦ લીટર પાણીમાં ઓગાળી વાવણી બાદ ઘઉંના ઉગાવા પહેલાં એકસરખી રીતે જમીનમાં યોગ્ય ભેજ હોય ત્યારેજ ફલેટફેન નોઝલની મદદથી પાછા પગે ચાલી છંટકાવ કરવો. આ પધ્ધતિ ખૂબજ અસરકારક છે અને મોટા ભાગના નિંદણોનો નાશ થાય છે.
(બ) પાકના ઉગાવા પછી (પોસ્ટ ઈમરજન્સ)
સંજોગોવશાત ઘઉંના ઉગાવા પહેલાં દવાનો છંટકાવ કરવામાં આવેલ ન હોય તેવા સંજોગોમાં જયારે પાક ૩૦થી ૩પ દિવસનો થાય ત્યારે બે પિયત વચ્ચેના ગાળામાં ર-૪ ડી (સોડીયમ સોલ્ટ) ૦.૪૦૦ કિગ્રા. સકિ્રય તત્વ / હેકટરે ૬૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. આ છંટકાવથી પહોળા પાનવાળા નિંદણનો નાશ કરી શકાય છે.
ગુલ્લીદંડા નામના નિંદણનો ઉપદ્રવ કષ્ર્ાણ પધ્ધતિથી નિયંત્રણ કરી શકાય છે. તેમ છતાં તેનુ રાસાયણિક નિયંત્રણ કરવાની જરુરીયાત જણાય તેવા સંજોગોમાં 'સલ્ફા સલ્ફયુરાન' ૧પ ગ્રામ અથવા રપ ગ્રામ અનુક્રમે કોરાટે અને વરાપે વાવણી કરેલ પાકમાં વાવણી બાદ ૩૦ થી ૩પ દિવસે ૪૦૦ લીટર પાણીમાં ઓગાળી સરફેકટન્ટનો ઉપયોગ કરી ફલેટફેન નોઝલની મદદથી એકસરખો છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ કરી શકાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.