Navsari Agricultural University




ખુબ જ ચેપી અને ભયાનક રોગ છે. 80 ટકા થી 100 ટકા સુધી મરણ પ્રમાણ જોવા મળે છે. કોઈપણ ઉંમરના પક્ષીને આ રોગ થઈ શકે છે. આ રોગમાં નીચે જણાવ્યાે મુજબના ચિન્હોજ જોવા મળે છે.

લક્ષણો :

• પક્ષીઓ નિસ્તેઆજ ખુણામાં બેસી રહેવાની વૃત્તિ ધરાવે છે.
• શ્વાસોશ્વાસની તકલીફ, હાંફવું, છીંક સાથે કફ નીકળવો.
• લીલા કે લીલા-સફેદ ગંધ મારતાં પાતળાં ઝાડા.
• ક્રોપ ( સંગ્રહીલત) ફુલેલી અને ભરેલી.
• આંખો બંધ કરી ઝુકવું, આંખમાંથી પાણી નીકળવું, ખોરાક ન ખાવો, પીંછા વીખરાયેલા.
• ફીકાશ પડતી કલગી જે પાછળથી વાદળી થઈ જાય છે.
• ગરદન (ડોક) શરીરના ભાગ પર કે પીઠ પર એકબાજુ વળી જવી, અથવા બે પગની વચ્ચેર ખેંચાયેલી રહેવી.
• ગોળ-ગોળ ચકકર ફરવું, ખેંચ જેવું આવવું તેમજ એક-બે કે બંને પગમાં લકવાની અસર થવી.
• ચિન્હોં દેખાયા વગર પણ પક્ષીઓ મરી જતાં હોય છે.
• મોંઢામાંથી ગંધ મારતું ચીકણું પ્રવાહી નીકળવું.
• પુખ્તં પક્ષીમાં ઈંડાંના ઉત્‍પાદનમાં એકદમ ઘટાડો, પોચા અને આકાર રહિત ઈંડા.

અટકાવ અને ઉપચાર :

• બિમાર પક્ષી અલગ કરી નાશ કરો.
• ભલામણ મુજબ રસી મુકાવો.
• ડોકટરનો સંપર્ક સાધી સલાહ મુજબ અમલ કરો.

સારવાર અસરકારક નથી. તેમ છતાં નીચે જણાવેલ હોમીયોપેથીક દવાઓ વાપરી શકાય.

(1) કાર્બો વેજીટેબ્યા લીસ - 30 ર.પ મિલી.
(ર) વેરાટ્રમ આલ્બ મ-30 ર.પ મિલી.
(3) બેલાડોના-30 ર.પ મિલી.
(4) કાલીફોસ-6 ર.પ મિલી.

ઉપરોકત મિશ્રણ 10 મિલી. 80 લીટર પાણીમાં ભેળવી, આ પાણી પક્ષીઓને આંતરે દિવસે રોગ કાબુમાં આવે ત્યાંઆ સુધી આપવાથી ફાયદો થયાનું નોંધાયેલ છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.