Navsari Agricultural University




દરેક વય જુથના પક્ષીઓને આ રોગ લાગુ પડી શકે છે. પરંતુ 4 થી 1ર અઠવાડિયા દરમ્યા ન તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. નાની ઉંમરે એ રોગ લાગુ પડે છે, તો મરણપ્રમાણ 60% સુધી થઈ શકે છે. જયારે મોટી ઉંમરે ર0-ર4 અઠવાડિયા દરમિયાન તે મંદ પ્રકારનો હોય છે. જે દરમિયાન પ% થી 30% સુધી મરણપ્રમાણ થઈ શકે છે.

લક્ષણો :

• બચ્ચાં સુસ્તળ બને છે.
• પગમાં, પાંખમાં લકવાની અસર જણાય છે.
• શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે.
• પક્ષી લંગડાય છે. અવ્ય.વસ્થિેત ચાલે છે. ઠેકડા મારે છે.
• લકવાગ્રસ્તસ પક્ષીમાં ઘણી વખત એક પગ આગળ અને એક પગ પાછળની બાજુએ ખેંચાયેલ રહે છે.
• ક્રોપ ફુલેલી હોય છે અને તેમાં ચીકણું પ્રવાહી હોય છે.
• આંમાં છારી જામે છે. પક્ષી અંધ બને છે.
• વજનમાં ઘટાડો જોવા મળે છે.
• અટકાવ અને ઉપચાર :
• એકવાર રોગ શરૂ થયા પછી કોઈ સારવાર અસરકારક નથી.
• મરેકસ રોગ માટેની રસી હેચરીમાં મુકાયેલ છે ? તેની ખાત્રી કરવી.

પક્ષીઓને તણાવ મુકત રાખો. અવર-જવર ઓછી કરો, ફાર્મની અંદર તથા બહાર સફાઈનું ઉચ્ચી ધોરણ રાખો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.