પાક ની અગત્યતા:
--------------
રીંગણ એ શાકભાજીનો બારેમાસ ઉપલબ્ધતા ધરાવતો અગત્યનો પાક છે. મનુષ્યની દરરોજની શાકભાજીની જરૂરિયાતોમાં રીંગણનો ફાળો વધારી શકાય તે માટે તેનું એકમ વિસ્તારમાંથી ઉત્પાદન વધારવાની ખાસ જરૂરિયાત છે. એકમ વિસ્તારમાંથી વધુમાં વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવા માટે તેની આધુનિક ખેતી પધ્ધતિના વિવિધ પાસાઓની પૂરતી જાણકારી મેળવવી જરૂરી છે.