પિયત વ્યવસ્થાપન:
----------------
રીંગણના પાકને ચોમાસા દરમિયાન હવામાન, વરસાદની પરિસ્િથતિ, જમીનની જાત અને પાકની વૃધ્િધના સમયને ધ્યાનમાં રાખીને પિયત આપતા રહેવું. ગુજરાતમાં રીંગતમાં પિયત માટે ટપક સિંચાઈ પધ્ધતિના ઉપયોગથી ઉત્પાદનમાં ઘરખમ વધારો થાય છે. જેમાં લેટર અંતર ૧.૮ મી ચાર છોડ વચ્ચે એક ટપકણીયુ. ૮ લિ./કલાક ક્ષામતાવાળા અને બે ટપકણીયા વચ્ચેનું અંતર ૧.ર મીટર રાખી નવેમ્બર-જાન્યુઆરી ૧.પ કલાક, ફેબ્રુઆરી-માર્ચ ર-૩ કલાક ચલાવવું. ર૪% પાણીનો બચાવ કરી શકાય છે. ટપક સિંચાઈ પધ્ધતિની ગેરહાજરીમાં સપાટી પરનું પિયત ૬ સે.મી.ના ઊંડાઈએ આપવાની ભલામણ છે. ગુજરાતની કાળી જમીનમાં રીંગણના પાકને મલ્ચીંગ સાથે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવવાની ભલામણ છે જેથી ૪૦% પાણીના બચાવ સાથે, હેકટર દીઠ ૩પ% ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. કાળી જમીનમાં વાવવામાં આવતા રીંગણના પાકને ૧ર પિયત આપવાની ભલામણ છે (૮૦ સે.મી. ઊંડાઈ). પહેલું પિયત ફેરરોપણી વખતે, પછીના ત્રણ પિયત ૧૦-૧ર દિવસના અંતરે, પછીના પમું પિયત ૧પ-૧૭ દિવસના અંતરે અને છેલ્લા ૩ પિયત ર૦ દિવસના અંતરે આપવાની ભલામણ છે. દક્ષિાણ ગુજરાતમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં લેવામાં આવતી સુરતી રવૈયાની મોસમને ૭ પિયત આપવાની ભલામણ છે સાથે સાથે કાળા પ્લાસ્ટીકના (પ૦ માઈક્રોન, ૧૦૦% આવરીત વિસ્તાર) મલ્ચીંગની ભલામણ છે.