Navsari Agricultural University
વાવણી અંતર અને ફેરરોપણી:
-----------------------

ફેરરોપણી માટે તૈયાર કરેલ ખેતરમાં રીંગણની જાત જમીનની ફળટ્રુપતા અને સીઝનને ધ્યાનમાં રાખીને ૩૦ થી ૩પ દિવસના ધરૂને ૯૦ સે.મી. × ૬૦ સે.મી. અથવા ૯૦ સે.મી. × ૭પ સેમી. ના અંતરે જીસલી ખેંચીને દરેક થાણે એક છોડની રોપણી કરવી., ધરૂ ૩૦-૩પ દિવસનું થાય ત્યારે ફેરરોપણી કરવી. સામાન્ય રીતે ચોમાસું પાકની ફેર રોપણી જુલાઈ માસમાં શિયાળુ પાકની ઓકટોબર-નવેમ્બર અને ઉનાળુ પાકની ફેરરોપણી ફેબ્રુઆરી-માર્ચ માસમાં કરવામાં આવે છે. ટપક પિયત પધ્ધતિ અપનાવતા ખેડુતોએ જોડિયા હાર (૬૦ સે.મી. × ૬૦ સે.મી. × ૧ર૦ સે.મી.) માં વાવેતર કરવું.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.