જમીન અને આબોહવા:
-----------------
રીંગણનો પાક જુદા જુદમ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. રીંગણના પાકને સારા નિતારવાળી સેન્દ્રિય તત્વથી ભરપૂર એવી બેસર, ગોરાડુ કે મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે.
ગુજરાત રાજયમાં રીંગણનું વાવેતર દરેક ત્રતુ દરમ્યાન કરી શકાય છે. પાકની શરૂઆતની વૃધ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે જેથી શિયાળા દરમ્યાન ફેરરોપણી કરવામાં આવે તો વૃધ્ધિ ઝડપથી થતી નથી પરંતુ ફળ બેસવા માટે અને ફળની વૃધ્િધ માટે ઠંડી અને સૂકી આબોહવા વધુ માફક આવે છે. વાદળવાળું હવામાન અને સતત વરસાદ આ પાકને અનુકૂળ આવતો નથી. ચોમાસા દરમ્યાન જો પાક લેવાનો હોય તો પાણી ભરાઈ ન રહેતુ હોય તેવી જમીનની પસંદગી કરવી.
ગુજરાત રાજયમાં રીંગણનું વાવેતર દરેક ત્રતુ દરમ્યાન કરી શકાય છે. પાકની શરૂઆતની વૃધ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે જેથી શિયાળા દરમ્યાન ફેરરોપણી કરવામાં આવે તો વૃધ્િધ ઝડપથી થતી નથી પરંતુ ફળ બેસવા માટે અને ફળની વૃધ્િધ માટે ઠંડી અને સૂકી આબોહવા વધુ માફક આવે છે. વાદળવાળું હવામાન અને સતત વરસાદ આ પાકને અનુકૂળ આવતો નથી. ચોમાસા દરમ્યાન જો પાક લેવાનો હોય તો પાણી ભરાઈ ન રહેતુ હોય તેવી જમીનની પસંદગી કરવી.