ખાતર વ્યવસ્થાપન:
---------------
જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ ૧પ-ર૦ ટન સારુ કહોવાયેલુ છાણિયુ ખાતર આપવુ. પાયાના ખાતર તરીકે રોપણી પહેલા જમીન તૈયારીના સમયે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાસ ખાતરો દરેક પ૦ કિ.ગ્રા. પ્રમાણે હેકટર વિસ્તારમાં આપવા (યુરીયા ૧૧૦ કિલો, સીંગલસુપર ફોસ્ફેટ ૩૦૦ કિલો, મ્યુરે પોટાશ ૮૦ કિલો) પૂર્તી ખાતર તરીકે રીંગણના પાકમાં ફેરરોપણીના ત્રીજા અઠવાડીએ રપ કિલો (પપ કિલો યુરિયા) અને ફૂલ આવવાના શરૂ થાય તે સમયે રપ કિેગ્રા. નાઈટ્રોજન હેકટર દીઠ (પપ કિલો યુરિયા) આપવો. ગુજરાત સંકર રીંગણ-૧માં ર૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન હેકટરે આપવાથી ઉત્પાદન વધારી શકાય છે. રીંગણમાં સંકલિત ખાતર વ્યવસ્થા જો અપનાવવામાં આવે તો ઘણું સારુ ઉત્પાદન મેળવી શકાય. જેના માટે પ ટન બાયોકમ્પોસ્ટ અથવા ૧૦ ટન પ્રેસમડ પાયાના ખાતર તરીકે આપવું અને ઉપર જણાવેલ રાસાણિક ખાતરનો ૭પ% જથ્થો આપવાથી ઘણું સારુ ઉત્પાદન મેળવી શકાય. ઉપર જણાવેલ જો ખાતર વધારે પ્રમાણમાં આપવામાં આવે તો ખાતરનો કાર્યક્ષામ ઉપયોગ થાય અને ઉત્પાદન વધારે મળે