ખેતી કાર્યો:
----------
પાકની શરૂઆતની અવસ્થામાં છોડ નાના હોય ત્યારે વારંવાર આંતરખેડ અથવા ગોડ કરવા અને જરૂરીયાત પ્રમાણે નીંદણ કાર્ય કરવું. રીંગણના પાકમાં સપ્રમાણ વૃધ્િધ અને મહત્તમ ઉત્પાદન મેળવવા માટે ર, ૪-ડી ૪ પી.પી. એમ ( ૪ મી.ગ્રા. / ૧ લિ. અથવા ૧ ગ્રામ/રપ૦ લિ. પાણી મિશ્ર કરવાથી ૪ પીપીએમનું દ્રાવણ તૈયર તૈયર થાય છે) અથવા એન.એ.એ. ૭પ પી.પી.એ. નો છંટકાવ ફુલ આવવાના સમયે અને ત્યારબાદ બે છંટકાવ ત્રણ અને છઠઠા અઠવાડીએ સવારના સમયે છંટકાવ કરવાથી ફળ વહેલા,મોટા આવે,ફળ ધારણ વધારે અને ઉત્પાદન વધારે છે.