વાવણી સમય અને પદ્ધતિ:
-------------------------
જમીન જન્ય રોગને પાકમાં આવતા રોકવા માટે ધરૂવાડીયાની જમીને પ્લાસ્ટીક (પ૦ માઈક્રોનવાળુ) ની મદદથી ઢાંકી ૧પ દિવસ રહેવા દઈ પછી એમાં ધરૂવાડિયું બનાવવાથી જમીન રોગ મુકત બને. રીંગણનું વધુ ઉત્પાદન મેળવવા માટે તંદુરસ્ત ધરૂ તૈયાર કરવું ખુબજ જરૂરી છે.ધરૂવાડિયા માટે પાણી ભરાય રહેતુ ન હોય અને નિંદામણનો ઉપદ્રવ ઓછો હોય તેવી ફળદ્વુપ જમીન પસંદ કરવી. ધરૂવાડિયા માટે ગાદી કયારા બનાવવા. એક હેકટરની ફેરરોપણી માટે ૧પ૦ ચો.મી. (૧.પ ગુંઠા) વિસ્તારમાં ધરૂવાડિયું તૈયાર કરવું જોઈએ આ માટે ૪૦૦ થી પ૦૦ ગ્રામ બીજની જરૂરીયાત રહે છે.ધરૂવાડિયામાં સારૂ કોહવાયેલ છાણિયુ ખાતર ૧૦૦ કિ. બે કિલો યુરિયા,ચાર કિલો ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ તથા એક કિલો મ્યુરેટ ઓફ પોટાશ જમીન તૈયાર કરતી વખતે નાંખી માટી સાથે બરાબર ભેળવી ગાદી કયારા તૈયાર કરવા. તૈયાર કરેલ ગાદી કયારામાં ૧૦ સે.મી.ના અંતરે છીછરા ચાસ ઉધાડવા અને ચાસમાં આછું બીજ વાવવું બીજ હારમાં વાળ્યા પછી ઝીણી માટીથી બરાબર –ઢાંકવું. બીજને ધરૂવાડિયામાં વાવતા પહેલા થાયરમ/કેપ્ટીન/કાબર્ેન્ડેઝીમ (૩ ગ્રામ/ ૧ કિલો બીજ) દવાનો પટ આપવો. રોપ્યા બાદ ધરૂવાડિયામાં જરૂરીયાત મુજબ પાણી આપવું અને પાક સંરક્ષાણના પગલા લેવા. વધુમાં ચોમાસા દરમ્યાન વધુ વરસાદ વાળા વિસ્તારમાં ગ્રીન હાઉસનો ઉપયોગ ધરૂ ઉછેર માટે હિતાવહ છે. જેમાં ધરૂ રપ થી ૩૦ દિવસમાં તૈયાર થઈ જાય છે.