જાતોની પસંદગી:
-------------
• સુરતી રવૈયા:-
---------------------
આ જાતના છોડ અર્ધ ફેલાતા હોય છે. ફળ મધ્યમ કદના ગોળાકાર થાય છે. ગાઢા જાંબલી અને ગુલાબી રંગના એમ બે પ્રકારના ફળવાળી જાતો પ્રચલીત છે. બજારમાં ગુલાબી રવૈયાની માંગ વધુ રહે છે. એક ફળનું સરેરાશ વજન ૬૦ થી ૬પ ગ્રામ જેટલું હોય છે.
• બીલીમોરા ભરથા:-
----------------------
દક્ષિાણ ગુજરાતની આજુબાજુના વિસ્તારમાં ખાસ કરીને નદીની ભાઠાની જમીનમાં ઉગાડવામાં આવતી આ એક ખાસ પ્રકારની રીંગણની જાત છે. જેનાં ફળ મોટા, ચળકતાં, કાળા રંગના અને સુંવાળા થાય છે. એક ફળનું વજન ૬૦૦ થી ૭૦૦ ગ્રામ હોય છે. ફળમાં બીજ પ્રમાણમાં ઓછા હોય છે અને ફળની કુમાશ સારી હોય છે. રીંગણની પુસાકાન્તિ, જુનાગઢ રવૈયા, મોરબી ૪-ર જાતો પણ આશાસ્પદ છે.
• ગુજરાત સંકર રીંગણ-૧ :-
--------------------------
ગુજરાત કૃષિ યુનિવર્સીટી આણંદ કેન્દ્ર ખાતેથી બહર પાડવામાં આવેલ રીંગણની આ સંકર જાતના ફળ નાના, લંબગોળ, ભૂરાશ પડતા ગુલાબી રંગના થાય છે. જેના ડીંટાનો રંગ પણ જામુડીયો હોય છે. વધુ ઉત્પાદન આપતી જાત છે.
• ગુજરાત સંકર રીંગણ-ર :-
---------------------------
ગુજરાત કૃષિ યુનિવર્સીટી આણંદ કેન્દ્ર ખાતેથી બહર પાડવામાં આવેલ રીંગણની આ સંકર જાતના ફળ મધ્યમ કદનાં ગોળ થાય છે. સરેરાશ એક ફળનું વજન પ૦ ગ્રામ જેટલું થાય છે. પ્રતિ હેકટરે ૪૦ ટન જેટલું સરેરાશ ઉત્પાદન મળે છે.