પાક ની અગત્યતા:
------------------
ભીંડાનો પાક ખુબજ અગત્યનો પાક છે. આ એક રોકડીયો પાક છે. ઉનાળામાં જયારે બીજા શાકભાજીના તંગી હોય છે ત્યારે ભીંડાના ભાવ ખુબ સારા મળે છે. આ પાક ઉનાળુ તેમજ ચોમાસુ એમ બન્ને ઋતુમાં થાય છે. ભીંડામાં અનેક આયુવેદિક ગુણો પણ રહેલા છે. તેમાં વિટામીન,કેલ્શયમ,પોટેશીયમ અને અન્ય ખનીજ તત્વો પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે લોકો મુત્રપિંડની પથરીથી પીડાતા હોયછે તેઓને ભીંડાનું સેવન કરવાનું હિતકારક છે. વળી આયોડીન તત્વો પણ ભીંડામાંથી સારા પ્રમાણમાં મળી રહે છે. ભીંડા એ સ્થાનિક બજાર અને નિકાસ માટે પણ અગત્યનો પાક હોવાથી તેનું વધુમાં વધુ ઉત્પાદન મળી શકે તે માટે તેની ખેતી પધ્ધતિ અને પાક સંરક્ષાણ માટેની માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે.