Navsari Agricultural University
ખાતર વ્યવસ્થાપન:
---------------
ભીંડાની ખેતીમાં ખાતર વ્યવસ્થા ખુબ કાળજી પુર્વક કરવાથી ઘણુ વધારે ઉત્પાદન મેળવી શકીએ.

આ પાકને ૧૦ થી ૧ર ટન (ર૦ થી રપ ગાડી) સારૂ કોહવાયેલું છાણીયુ ખાતર પ્રતિ હેકટરે જમીનમાં ખેડ કરતાં પહેલા નાંખવું ભીંડાનાં પાકમાં કુલ ૧પ૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, પ૦ કિલો ફોસ્ફરસ (૩૧પ કિલો સીંગલ સુપર ફોસ્ફટ) અને પ૦ કિ.ગ્રા. પોટાશ(૯પ કિલો મ્યુરેટ ઓફ પોટાશ) પ્રતિ હેકટરે રાસાયણિક ખાતરો નીચે મુજબ આપવા.

પાયાના ખાતર તરીકે ફોસ્ફરસથી અને પોટાશ યુકત ખાતરનો બધો જથ્થો ચાસમાં આપવો જોઈએ. જયારે ૭પ કિલો નાઈટ્રોજન (એમો.સલ્ફેટ ૩૭પ કિલો અથવા ૧૬પ કિ. યુરિયા) વાવણી સમયે આપવું જયારે બાકીનો ૩૭.પ કિ. નાઈટ્રોજન વાવણીના ર૦ દિવસે અને બાકીનો જથ્થો ૩૭.પ કિ.નાઈટ્રોજન ફુલ આવે ત્યારે આપવો જોઈએ. પછી જો આઠ થી દસ વીણી પછી છોડ ફીકકા લાગે તો યુરિયાના ૧ % નું દ્રાવણ ૧૦ લિ. પાણીમાં ૧૦૦ ગ્રામ યુરિયા મિશ્ર કરી છોડ પર છંટકાવ કરી શકાય. જો જમીન ગોરાળુ પ્રકારની હોય તો નાઈટ્રોજન ખાતર જેમ બને તેમ વધારે હપ્તામાં આપવામાં આવે તો ખાતરનો કાર્યક્ષામ ઉપયોગ પાક કરી શકે. આ ઉપરાંત જો ભીંડા સંકલિત ખાતર વ્યવસ્થા અપનાવવામાં આવે તો વધુ ઉત્પાદન, સરી ગુણવત્તા વાળા ભીંડાનો પાકમાં મેળવી શકાય જેના માટે હેકટરે ૧૦ ટન છાણિયુ ખાતર અને પ ટન એનરીચ બાયોકમ્પોસ્ટ અને ઉપરના રાસાણિક ખાતરનો ૭પ% (ના. ફો.પા.) ઉપયોગ કરી શકાય.

શાકભાજી પાકોમાં મુખ્ય પોષક તત્વોની સાથે ગૌણ અને સુક્ષમ પોષ્ાક તત્વનો ઉપાડ વધી રહેલ છે. જો એક થી વધુ સુક્ષમ તત્વોની અછત હોય તો ઉત્પાદન પર ઘણી વિપરીત અસર થાય છે. માટે ભીંડાની નફાકારક ખેતી માટે સેન્િદ્રય ખાતરો ખેતરની તૈયારી કરતી વખતે ચૌકકસ નાંખવું જોઈએ. ભીંડામાં તાંબા (૦.રપ%)નો છંટકાવ ઉપયોગ માલૂમ પડેલ છે. તદઉપરાંત સંયુકત મિશ્રણનાં છંટકાવથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.