જમીન અને જમીનની તૈયારી :-
----------------------------
ભીંડા બધા પ્રકારની જમીનમાં તૈયાર થઈ શકે. તેમ છતા વધુ ઉત્પાદન લેવા માટે જમીન ફળદ્રુપ તેમજ સારી ભેજ સંગ્રહશકિત વાળી હોવી જોઈએ. ખાતર વગરની રેતાળ જમીનમાં આ પાક સારી રીતે લઈ શકાતો નથી. આવી જમીનમાં વધુ સેન્િદ્રય ખાતર ભેળવી આ પાક લઈ શકાય. પાણી ભરાય રહે તેવી જમીન (નીચાણવાળા) અનુકૂળ આવતી નથી એવી જમીનમાં સૂકારોનો રોગ લાગવાનો ભય વધુ રહે છે. હળથી એક વખત ઊંડી ખેડ કરીને ૩ થી ૪ વખત આડી ઊભી બરબથી ખેડ કરવી. ઢેફાભાંગીને જમીનને ભરભરી બનાવવી ત્યારબાદ સમાર મારીને સમતલ કરવી.
હવામાન:-
---------
આ પાક મુખ્યત્વે ઉનાળામાં તેમજ ચોમાસામાં ઉગાડવામાં આવે છે.સમધાત હવામાન આ પાકને ખુબજ માફક આવે છે. ખાસ કરીને રપ૦ થી ૩૦૦ સે. ઉષ્ણતામાને આ પાક સારો થાય છે. પરંતુ વધારે પડતી ઠંડી આ પાક થઈ શકતો નથી પણ શિયાળાની ઋતુમાં જો વાવેતર કરવામાં આવે તો બજારમાં ભીંડાના ભાવ સારા મળે છે.