Navsari Agricultural University
આંતરખેડ અને નિંદામણ :-
----------------------

પાકની વાવણી બાદ શરૂઆતમાં વૃધ્ધિકાળ દરમ્યાન બે થી ત્રણ વખત આંતર ખેડ કરવી અને જરૂર પ્રમાણે હાથથી નિંદામણ કરી પાકને નિદામણથી મુકત રાખવો.
જો મજુરોની અછત હોય તો પેન્ડીમિથાલિન અથવા ફલુકલોરાષ્ટ ૧ કિ.ગ્રા. નિંદણનાશક દવા પ્રતિ હેકટરે વાવણીબાદ તુરત જ છંટકાવ કરવો અને ૪પ દિવસ બાદ હાથ વડે નિંદામણ કરવાથી સારો ફાયદો મેળવી શકાય.

કૃષી યુનિવર્સીટીના નવસારી કેન્દ્ર ખાતે થયેલ સંશોધન ઉપરથી માલુમ પડેલ છે કે સાયકોસીલ હોમર્ોન્સ ૭પ૦ મિ.ગ્રા. /લીટર અથવા એન.એ.એ.પ૦ મિ.લિ. /લીટરનું દ્રાવણ વાવણી પછી રપ અને ૪પ દિવસે એમ બે છંટકાવ કરવાથી ૩૩% વધુ લીલી શીંગો મળે છે.તેમજ પહેલી વીણી બાદ તુરત જ પારસ ફોટોસીંથ પ્રવાહી ૧પ લીટર પાણીમાં રપ મિ.લિ. રાખી ૧પ થી ર૦ દિવસનાં અંતરે જયાં સુધી પાક ઉભો રહે ત્યાં સુધી છંટકાવ કરવાથી અને પાંચેક વીણી બાદ પ્રોટોઝાઈમ પ્રવાહી ૧પ લીટર પાણીમાં ૧પ મિ.લિ. નાખી છંટકાવ કરવાથી વધારે ઉત્પાદન મળે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.