પિયત વ્યવસ્થાપન:
----------------
ભીંડાના પાકમાં પહેલુ પિયત રોપણી પછી તરત અને બીજા બે પિયત ટૂકા ગાળે આપવા. ત્યારબાદ ભીંડાના પાકને જમીનના પ્રકાર, તાપમાન મુજબ પ થી ૬ દિવસના ગાળે નિયમિત પાણી આપવું જેથી છોડની વૃધ્ધિ સારી થાય જો ફુલ આવવાના વખતે પાણી ખેંચ પડે તો ફળનું ધારણ ઓછું થાય છે. શીંગોની વીણી ચાલુ હોય અને જો પાણીની ખેંચ પડે તો શીંગોની ગુણવત્તા પર સીધી અસર થાય જેથી બજારભાવ ઓછા મળે છે.