ઉત્પાદન અને સંગ્રહ વ્યવસ્થા:
---------------------
લીલી શીંગો દોઢથી બે મહિના બાદ તૈયાર થાય છે.જે નિયમિત રીતે બે થી ત્રણ દિવસે ઉતારવામાં આવે છે. જો ઉતારવામાં વિલંબ થાય તો શીગોમાં રેસાનું પ્રમાણ વધી જતા એના બજાર ભાવ ઓછા મળે છે. જેથી વીણી સમયસર કરવી. રોગ જીવાતથી નુકશાન થયેલ શીંગો જુદી પાડી કદ, બજારની માંગ પ્રમાણે સીંગોનું ગ્રેડીંગ કરી બજારમાં મોકલવાથી વધુ સારા ભાવો મેળવી શકાય. ભીંડાની વૃધ્િધકાળ દરમ્યાન રપ થી ૩૦ વીણી મેળવી શકાય જો માવજત સારી હોય તો ૩પ થી વીણી પણ લઈ શકાય. એક હેકટરે ૧૩ થી ૧૬ ટન જેટલુ ઉત્પાદન મેળવી શકાય છે.