Navsari Agricultural University

રોગ ની ઓળખ

આ રોગ કોલીટોટ્રીકમ ફાલ્કેટમ નામની ફુગથી થાય છે. પ્રાથમિક ચેપ બિયારણ મારફતે આવે છે. પછી જમીન ચેપવાળી બને છે. ચોમાસામાં છોડની વાનસ્પતિક વૃધ્િધ ધીમી પડે છે અને શર્કરા બનવાની શરૂઆત થાય ત્યારે આ રોગના લક્ષાણો સ્પષ્ટ રીતે જોવા મળે છે. રોગનું દિ્રતીય આક્રમણ હવા, પાણી અને વરસાદથી થાય છે. બે ટકા રોગીષ્ટ ટુકડાથી ખુબજ નુકશાન થાય છે.
રોગના લક્ષણો અને ઓળખ:
-----------------------------

રોગની શરૂઆતમાં ટોચ ઉપરથી ત્રીજુ કે ચોથું પાન પીળુ પડીને નમી જાય છે. અને કિનારી તરફથી સુકાતું જાય છે. પાનની ધોળી નસ ઉપર પણ લંબગોળાકાર ઘેરા લાલ રંગના ધાબા પડે છે. લાલ રંગના ધાબાના વચ્ચેનો ભાગમા ભુખરો જોવા મળે છે તેની ઉપર ખુબ નાની ફુગની એસરવુલાઈ જોવા મળે છે. ખાસ કરીને સાંઠા ઉપરના લક્ષાણો રોગ લાગેલ સાંઠા, પોલા, હલ્કા અને બદામી રંગના બને છે. છાલ સંકોચાય જાય છે તેના પર ફુગની એસરવુલાઈ જોવા મળે છે અને ચીરા પણ પડે છે, સાંઠો ઉભો ફાડીને જોતાં તેમાં લાલ ધાબા અને વચ્ચે સફેદ ડાઘા પડે છે. આવા સાંઠાને સુઘતા ખાટી વાસ આવે છે. આ રોગના ખાસ ઓળખ ચિન્હો છે. ધીરે ધીરે રોગનો વ્યાપ વધતા છોડ પીળો પડી આખરે સુકાઈ જાય છે. દક્ષિાણ ગુજરાતના અમુક વિસ્તારમાં સીઓસી ૯૧૦૬૧ અને સીઓ ૮૬૦૩ર જાતોમાં આ રોગ પાન પર ટપકાં (લીફ લીઝન) સ્વરૂપે પણ જોવા મળે છે. જેનો કિનારીનો રંગ લાલ હોય છે.

આ રોગથી પાકનો ઉતાર તેમજ ખાંડ કે ગોળનો ઉતાર પણ ખુબજ ઓછો આવે છે. દક્ષિાણ ગુજરાતમાં આ રોગ સુકારા સાથે તેમજ કોઈવાર ટુકડાના સડા (પાઈનેપલ ડીસીઝ) સાથે જોવા મળે છે. ત્યારે પાક નિષ્ફળ જવાની દહેશત રહે છે. રોગવાળુ બિયારણ હોય અને ટુકડાનો સડો પણ સાથે હોય તો શેરડીનો ઉગાવો પણ ખુબજ ઓછો રહે છે.
રોગને સાનુકૂળ પરિબળો:
-------------------------

ખેતરમાં પાણીનો ભરાવો રહે અને વધુ ભેજવાળું હવામાન રહે તો રોગનો ઉપદ્રવ વધે છે. એકને એક ખેતરમાં શેરડીની રોગગ્રાહય જાતનું વાવેતર કરવાથી રોગ વધારે આવે છે. લાંબા સમય માટે સતત ઝરમરીયું હવામાન રહે તો રોગ વધવાની શકયતા રહે છે. ચોમાસામાં આ રોગ વધુ ફેલાય છે.
નિયંત્રણ:
------

• રાતડો રોગ પ્રતિકારક જાતો વાવવી જેવી કો ૬૮૦૬ સીઓએલકે ૮૦૦૧, સીઓએન ૯૧૧૩ર, સીઓએન ૧૩૪,સીઓએન ૯પ૧૩ર, કો ૮૭ર૬૩,સીઓએન ૦૩૧૩૧, સીઓએન ૦પ૦૭૧ અને સીઓએન ૦પ૦૭ર.
• શેરડીના મોટાભાગના રોગો બીજજન્ય છે. જેથી તંદુરસ્ત બીજ/ કટકાની પસંદગી કરવી.
• શકય હોય ત્યાં સુધી ત્રિસ્તરીય પધ્ધતિથી ગરમીની માવજત આપીને તૈયાર કરેલ તંદુરસ્ત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો. સુગર ફેકટરી આ પધ્ધતિથી બિયારણ તૈયાર કરી ખેડૂતોને આપે તો વદ્યુ ફાયદોથાય.
• શેરડીના રાતડા રોગનાં જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડમર્ા વીરીડી અથવા ટ્રાયકોડરમા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ( ૮ ટન / હે.) ના દરથી ચાસમાં આપવું.
• બે થી ત્રણ આંખવાળા ટુકડાને એમ.ઈ.એમ.સી. (ર ગ્રામ/લી) અથવા કાર્બેન્ડેઝીમ (૧ ગ્રામ/લી.)ના દ્રાવણમાં પ થી ૧૦ મિનીટ બોળી પછી કટકા રોપવા.
• ઉનાળામાં ઉંડી ખેડ કરવી. જેથી જમીનમાં રહેલ ચેપ ખુલ્લો પડે અને સૂર્યના તાપમાં તેનો નાશ થાય.
• વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહીં. વધારે પડતાં ખાતરો ખાસ કરીને નાઈટ્રોજનયુકત ખાતરો વાપરવાથી પાક વધારે રોગગ્રાહય બને છે. તેવી જ રીતે પાણીનો ભરાવો કે પાણીની ખેંચ રોગને નોતરે છે.
• રોગગ્રસ્ત ખેતરમાંથી તંદુરસ્ત ખેતરમાં પાણી આવવા દેવું નહીં. કારણ કે આ રોગ પાણી ધ્વારા એક ખેતરમાંથી બીજા ખેતરમાં ફેલાય છે.
• પાક ફેરબદલી કરવી જોઈએ. લીલો પડવાશ (ઢેંઈચા) કરી પછી શેરડી કરવી.
• રોગગ્રસ્ત જડીયાને મુળ સાથે ઉખાડી નાશ કરવો. તે જગ્યાએ જમીનમાં કાર્બેન્ડીઝમ ( ૧ ગ્રામ/લી.) દ્રાવણ બનાવી રેડવું.
• રોગગ્રસ્ત ખેતરમાં શેરડીનો લામપાક રાખવો નહીં અને લામ પાકમાથી રોપણી માટે બિયારણ પણ લેવું નહીં
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.