રોગ ની ઓળખઆ રોગ સેરેટોસીસ્ટીસ પેરેડોક્ષાા નામની ફુગથી થાય છે. ગુજરાત રાજયમાં પણ આ ૧૯૯૩-૯૪માં કોડીનાર, તલાળા, ઉના, સાયણ, મરોલી અને હાંસોટ જેવા વિસ્તારોમાં સીઓસી ૬૭૧ જાતમાં જોવા મળેલ
રોગના લક્ષાણો
આ રોગ પાકની બે અવસ્થામાં જોવા મળે છે. (૧) રોપેલ ટુકડામાં ટુકડાના સડા તરીકે અને (ર) ઉભા પાકમાં પાયનેપલ ડીસીસ તરીકે આવે છે.
રોગના લક્ષાણો શેરડી રોપ્યા પછી ર-૩ અઠવાડિયા બાદ જોવા મળે છે. ફુગ ટુકડાના ખુલ્લા ભાગમાંથી અંદર દાખલ થઈ આગળ ફેલાય છે. રોગવાળો ભાગ લાલ બને છે. જેમાં પાછળથી કાળી ફુગનું વર્ધન થાય છે. આવા ટુકડા કોહવાઈ જાય છે. તેમાં ઉગાવો થતો નથી અને મૂળ ફુટતા નથી. જો સ્ફુરણ થયું હોય તો ફુટ પણ સુકાઈ જાય છે. આથી ખેતરમાં ખાલા પડે છે. આવા ટુકડાને ફાડીને સુંઘતા તેમાં પાકા પાઈનેપલ જેવી સુગંધ આવે છે. આથી આ રોગને પાઈનેપલ ડીસીઝ કહે છે. ઉભા પાકમાં મોટી શેરડીમાં પણ ઉંદર, વેધકો કે અન્ય કોઈપણ જાતનું નુકશાન હોય તો આ રોગ ઘણીવાર જોવા મળે છે. શેરડીમાં નીચેના પાન પીળા પડતાં સુકાઈ જાય છે અને આખરે આખો છોડ પણ સુકાઈ જાય છે. અસરયુકત સાંઠામાં ખુબ જ પોલાણ તેમજ રેશાઓ જોવા મળે છે. જેને આંગળીથી ટકોર મારતાં જ રણકાર સંભળાય છે.
આ રોગથી શેરડીનો ઉગાવો ઓછો આવે છે. પરિણામે ખુબજ ખાલા પડે છે. ઘણીવાર આ રોગ સુકારા/રાતડા સાથે પણ જોવા મળે છે ત્યારે ઘણુંજ નુકશાન થાય છે. મોટી શેરડીમાં આ રોગ આવે તો પણ ઉત્પાદન અને ખાંડની રીકવરી ઉપર માઠી અસર પડે છે. રોગવાળી શેરડીને ખાંડના કારખાનામાં પીલવાથી ખાંડ બનવાની પ્રકિ્રયા પર પણ વીપરીત અસર પડે છે.
શેરડીના ઉગાવાને અસરકરતા બધાજ પરિબળો રોગ માટે અનુકૂળ છે. ઉંડુ રોપાણ, પાણીનો ભરાવો કે વધુ પિયત, ઓછો નિતાર, પાણીની ખેંચ, જમીનનુ નીચું ઉષ્ણતામાન, વધુ ઉંમરનું બિયારણ કે સાંઠાની નીચેના ભાગની પાકટ આંખોવાળા ટુકડાનું વાવેતર રોગને અનુકૂળ છે. ગરમીની માવજતવાળા દવામાં બોળ્યા વગરનું બિયારણ રોપવામાં આવે તો પણ રોગનો ઉપદ્રવ વધે છે.
નિયંત્રણ:
-------
• રોગ પ્રતિકારક જાતો કો. ૬૩૦૪ અને કો.૪૧૯ વાવવી.
• ગરમીની માવજત આપીને તૈયાર કરેલ તંદુરસ્ત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો.
• લામ પાકમાથી રોપણી માટે બિયારણ પણ લેવું નહી.
• બે થી ત્રણ આંખવાળા ટુકડાને એમ.ઈ.એમ.સી. (ર ગ્રામ/લી) અથવા કાર્બેન્ડાઝીમ (૧ ગ્રામ/લી.)ના દ્રાવણમાં પ થી ૧૦ મિનીટ બોળી પછી કટકા રોપવા.