રોગ ની ઓળખઆ રોગ ફાઈટોપ્લાઝમા નામના સુક્ષમ જીવાણુંથી થાય છે અને આપણા રાજયમાં આ રોગ કોઈક ખેતરોમાં નહીંવત પ્રમાણમાં જોવા મળે છે.
રોગિષ્ટ છોડની વધ મહદઅંશે અટકે છે અને છોડ નાનો રહી જાય છે. આવા રોગિષ્ટ છોડમાં ઘણીવાર પ૦ થી ૭૦ ની સંખ્યામાં ફુટ આવે છે. છોડનો દેખાવ ઘાસના જડા જેવો આવે છે. જેથી તેને ઘાસીયા જડાનો રોગ કહે છે. રોગ પાકની શરૂઆતની અવસ્થામાં આવે તો સાંઠા એકદમ પાતળા, નાના અને પાન આછા પીળાથી સફેદ થઈ જવાથી ઉત્પાદન ઉપર ખુબજ માઠી અસર પડે છે. રોગનો પ્રાથમિક ચેપ બીજ મારફતે આવે છે અને તેનો ફેલાવો ચુસીયા પ્રકારની જીવાતોથી થાય છે. રોપાણ પાકમાં રોગ હોય તો લામ પાકમાં તેનું પ્રમાણ વધે છે. દ્યણી વખત નવી ફૂટ કે સાંઠાની આંખો ફૂટે ત્યારે તેમાં સફેદ રંગના પાન નીકળે છે તેને વ્હાટલીફ ડીસીઝ કહેવાય છે. તે પણ ફાઈટોપ્લાઝમાંથી થાય છે.
નિયંત્રણ:
------
• રોગ મુકત વિસ્તારમાથી તંદુરસ્ત બિયારણ પસંદ કરવુ.
• લામ પાકમાથી રોપણી માટે બિયારણ લેવું નહી.
• શેરડીના ટીસ્યુકલર છોડમાથી ત્યાર કરેલ રોગપ્રતીકારકતા દ્યરાવતા કટકાનો વાવેતરમા ઉપયોગ કરવો.
• ગરમીની માવજત આપીને તૈયાર કરેલ તંદુરસ્ત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો.
• રોગીસ્ટ છોડને ઉપાડી નાશ કરવો.
• શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
• ગરમીપાણીની માવજત માટે કટકાને પર સે. તાપમાને એક કલાક સુદ્યી રાખવા. અથવા ગરમ હવાની માવજત માટે પ૪ સે. તાપમાને ૮ કલાક સુદ્યી રાખવા.