Navsari Agricultural University

રોગ ની ઓળખ

આ રોગ શરૂઆતના બે મહિનામાં આવે તો શેરડીમાં સાંઠા બનતાં જ નથી. જેથી સંપુર્ણ પાક નિષ્ફળ જાય છે. ત્યારબાદ સાત મહિનાની શેરડી થાય ત્યાં સુધીમાં રોગ આવેતો રોગ ગ્રાહય જાતો ૭૦ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે. ખાંડની રીકવરી ઉપર ઘણીજ માઠી અસર પડે છે. પાકની પાછલી અવસ્થામાં રોગ આવે તો ઉત્પાદન ઉપર ખાસ અસર પડતી નથી. પરંતુ આવી શેરડી બિયારણ માટે વાપરવા લાયક રહેતી નથી. તેમજ તેનો લામ પાક પણ રાખી શકાતો નથી. રોગની શરૂઆત જો પાંચથી છ મહિના દરમ્યાન જણાય તો ૪૦ થી ૮૦% જેટલું નુકશાન થાય છે. ખાસ કરીને આંજીયા રોગને લીધે ૩૦.પ૬% શેરડીના વજનમાં અને રપ.૩૯% ખાંડ ઉત્પાદનમાં ઘટ પડે છે

આ રોગ શેરડીના રાતડા રોગ પછી બીજા ક્રમનો અગત્યનો રોગ ગણાય છે. ગુજરાત રાજયમાં અગાઉ વાવવામાં આવતી સીઓ ૭પરપ, સીઓ ૪૧૯ અને સીઓ ૭૯૧ જાતોમાં વધારે જોવા મળતો હતો. પરંતુ તે વિસ્તારમાં હવે સીઓસી ૬૭૧ અને સીઓએન ૯૧૧૩ર જેવી જાતો વધારે વાવવામાં આવતી હોવાથી હાલમાં આ રોગોનું પ્રમાણ ઓછું દેખાય છે. જયારે દક્ષિાણ ગુજરાતનાં વિસ્તારમાં આ રોગ અગાઉ વાવવામાં આવતી જાતો રોગપ્રતિકારક હોવાથી ખુબજ ઓછા પ્રમાણમાં જણાયો હતો. પરંતુ છેલ્લા થોડા વષ્ર્ાથી નવી જાતો જેવી કે સીઓએસઆઈ ૯પ૦૭૧, સીઓ ૮૬૦૦ર અને એમસી ૭૦૭ (સીઓ ૯૭૦૦૯) કે જે રોગગ્રાહય છે તેનું વાવેતર ખુબજ વધતા આ રોગ આ વિસ્તારમાં જોવા મળે છે. કોઈ જગ્યાએ પ૦% સુધીનું પ્રમાણ પણ જોવા મળેલ છે. આ રોગથી ઉત્પાદન અને ખાંડની રીકવરી ઉપર ઘણીજ માઠી અસર થાય છ.ે

આ રોગ યુસ્ટીલાગો સીટામીનીયા નામની ફુગથી થાય છેે. શેરડીમાં ચાબુક આંજીયો રોગ બીજજન્ય છ આ રોગમાં શરૂઆતમાં પાન સાંકડા, આછા લીલા રંગના, ટટાર હોય છે ફુટ વધારે આવે છે, છોડ ઠીંગણા અને સાંઠા પાતળા હોય છે. સાંઠાની ટોચ ઉપરથી લાંબું કાળા રંગનંુ ચાબુક જેવુ વર્ધન નિકળે છે. જે ચાબુક ઉપર કાળા પાવડર સ્વરૂપે દેખાછે જે આ ફુગનાં બીજાણું છે. જેને શરૂઆતમાં ચળકતું પાતળુ આવરણ હોય છે. આ આંજીયા રોગનું ખાસ ઓળખ ચિન્હ છે. પાતળું આવરણ ફાટતા તેમાંથી કાળી ફુગના બીજાણુંઓનો પાવડર હવા કે કિટકો ધ્વારા અન્ય છોડ કે જમીન પર પણ પડે છે. જયાંથી પાણી ધ્વારા ખેતરમાં ફેલાય છે. ઘણીવાર વેધકોનું આક્રમણ સાથે હોય તો સાંઠાની આંખો ફુટી નીકળે છે અને તેમાં પણ કાળી નાની ચાબુક નીકળે છે. રોગનું આક્રમણ માર્ચ-એપિ્રલ મહિનાઓમાં અને ચોમાસાં પછી ઓકટોબર-નવેમ્બર મહિનામાં આવે છે. ચોમાસાં દરમ્યાન આ રોગ ખાસ વધતો જણાતો નથી. આ રોગને સુકંુ અને ગરમ હવામાન વધારે અનુકુળ આવે છે. રોગ ગ્રાહય જાતનું લામ પાક સાથે વાવેતરથી રોગ વધી જાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફાલાકસ ઈમરજીનેટસ કીટકોનું પ્રમાણ બારેમાસ ઘણું જોવા મળે છે. જે ચાબુક આંજીયા રોગનો ફેલાવો અને વ્યાપ વધારે છે.

નિયંત્રણના પગલાં:
--------------------

(૧) ગરમીની માવજત આપીને તૈયાર કરેલ તંદુરસ્ત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો.
(ર) બે થી ત્રણ આંખવાળા ટુકડાને એમીસાન (ર ગ્રામ/લી.) અથવા કાર્બેન્ડાઝીમ (૧ ગ્રામ/લી.) ના દ્રાવણમાં પ થી ૧૦ મિનીટ બોળી પછી કટકા રોપવા.
(૩) ઉનાળામાં હળથી ઉંડી ખેડ કરવી. જેથી જમીનમાં રહેલ ચાબુક આંજીયાના બિજાણુઓનો ચેપ ખુલ્લો પડે અને સુર્યના તાપમાં તેનો નાશ થાય.
(૪) વધુ પડતા પિયતને લીધે પાણીનો ભરાવો થવાથી તેના બિજાણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાતા જોવા મળે છે. તો પાણીનો ભરાવો થવા દેવો નહીં.
(પ)ચાબુક આંજીયો જણાય તો તુરતજ ચાબુક પર રહેલ ચળકતુ આવરણ તુટે તે પહેલાં અસરગ્રસ્ત જડિયાને ઉખાડી તેનો નાશ કરવો. કારણ કે પડ તુટયા પછી તેના બિજાણુંઓ હવા અને કિટકો મારફત ફેલાય છે. જેથી પડ તુટે તે પહેલા છોડને ઉખેડી બાળીને નાશ કરવો.
(૬) તાજેતરમાં શેરડીની એમસી ૭૦૭ જાતમાં ચાબુક જેવા વર્ધનને બદલે કયારેક ડુંડું (એરો) જોવા મળેલ છે. તો આવા આંજીયાગ્રસ્ત છોડને શરૂઆતથી જ ડુંડું (એરો) નિકળે તે પહેલા જ ઉખેડી બાળીને નાશ કરવો.
(૭) રોગગ્રસ્ત ખેતરમાં શેરડીનો લામ પાક રાખવો નહીં. કારણ કે રોપાણ પાક કરતાં લામ પાકમાં આ રોગનું પ્રમાણ વધે છે. તેમાંથી રોપણી માટે બિયારણ પણ લેવું નહીં.
(૮)શકય હોય તો રોગગ્રસ્ત શેરડીની કાપણી જલ્દી કરવી.
(૯) રોગ પ્રતિકારક જાત કો. ૬૮૦૬ વાવવી.
(૧૦) રોગગ્રાહય જાતો જેવી કે કોએસઆઈ-૯પ૦૭૧, કો.૮૬૦૦ર અને એમસી ૭૦૭ (કો.૯૭૦૦૯) નું વાવેતર કરવાને બદલે ફકત વાવેતર માટે ભલામણ થયેલ અને રોગપ્રતિકારક જાતો અપનાવવી જોઈએ.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.