રોગ ની ઓળખઆ રોગ આપણાં રાજયમાં લોકપિ્રય બનેલ જાત સીઓસી ૬૭૧માં દેખાય છે. પરંતુ તે ક્ષામ્ય માત્રામાં હોઈ તેનુ વધારે નુકશાન થતું જણાતું નથી. આમ છતાં તેના તરફ દુર્લક્ષય રાખવું હિતાવહ નથી. આ ઉપરાંત ફેકટરી વિસ્તારોમાં રોપવામાં આવતી જાત સીઓ ૮૦૧૪ માં આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ રોગથી અંદાજીત ૧૦ થી ર૦ %નુકસાન થાય છે.
રોગ લાગેલ છોડમાં પાનની લીલાશ ઓછી થાય છે. કુમળા પાન ઉપર નાના, લાંબા અને પીળા ધાબા કે પટૃીઓ પડેલી જોવા મળે છે. જેથી તેને ચટાપટા રોગ કહે છે. રોગીષ્ટ છોડ ઠીગણો, પીળો જણાય છે અને રોગવાળા જડીયા બેસી જાય છે. જેથી આખા ખેતરમાં શેરડી ઉંચી નીચી જણાય છે.
આ રોગનો પ્રાથમિક ચેપ બિયારણ ધ્વારા આવે છે અને તેનો ફેલાવો મોલોમશી નામની જીવાતથી થાય છે.
નિયંત્રણ:
------
• રોગ મુકત વિસ્તારમાથી તંદુરસ્ત બિયારણ પસંદ કરવુ.
• લામ પાકમાથી રોપણી માટે બિયારણ લેવું નહી.
• ગરમીની માવજત આપીને તૈયાર કરેલ તંદુરસ્ત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો.
• ગરમીપાણીની માવજત માટે કટકાને પ૦ સે. તાપમાને બે કલાક સુદ્યી રાખવા. અથવા ગરમ હવાની માવજત માટે કટકાને પ૪ સે. તાપમાને ૮ કલાક સુદ્યી રાખવા.
• શેરડીના ટીસ્યુકલર છોડમાથી ત્યાર કરેલ કટકાનો વાવેતરમા ઉપયોગ કરવો.
• રોગીસ્ટ છોડને ઉપાડી નાશ કરવો.
• શોષ્ાક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો.