Navsari Agricultural University

રોગ ની ઓળખ

આ રોગ સૌ પ્રથમ જાવામાં ૧૮૯૬માં જોવા મળેલ હતો. ત્યારબાદ ઘણા દેશોમાં આ રોગ જોવા મળેલ છે. ગુજરાત રાજયમાં કોઈકવાર સીઓ ૮૩૩૮ અને સીઓસી ૬૭૧ જાતોમાં ઉનાળા દરમ્યાન છેલ્લા ૮-૧૦ વર્ષોથી આ રોગ દેખાય છે. આ રોગ ફયુઝેરીયમ મોનીલીફોમર્ી નામની ફુગથી થાય છે. અને તેનો ફેલાવો હવા ધ્વારા થાય છે.
રોગના લક્ષાણો અને ઓળખ:
----------------------------

છોડના કુમળા પાનના શરૂઆતના ભાગ પર (લીફ બેઈઝ) પીળાશ પડતું સફેદ ધાબું પટૃારૂપે પડે છે અને પાન તેટલા ભાગમાં કરચલીઓવાળું અને વિકૃત થયેલું જોવા મળે છે. આખા ખેતરમાં પાન પર પીળા પટૃા દૂરથી સ્પષ્ટ જોઈ તેને ઓળખી શકાય છે. પીળો ભાગ ધીરેધીરે કોહવાઈ જાય છે.જેની ઉપર સફેદ ફુગનું વર્ધન જોવા મળે છે. ફકત કુમળા પાન પર જ આ રોગ જોવા મળે છે. જયારે નીચેના પાકટ પાન રોગમુકત રહે છે. રોગનું પ્રમાણ વધે તો પર્ણદંડ પણ કહોવાઈ જાય છે અને તે કોહવારો આગળ વધતા છોડનો ટોચનો ભાગ પણ કહોવાઈ જાય છે. આથી તેને ટોચનો સડો પણ કહે છે. ઘણીવાર પાનની ટોચ ભુંગળી વળી જઈ એકબીજામાં ગુંચવાઈ જાય છે. આ રોગ એપિ્રલ થી જુન મહિનાઓમાં વધારે દેખાય છે.
નિયંત્રણ:
------

• રોગ પ્રતિકારક જાતો વાવવી જેવી કે કો ૮૩૩૮, સીઓએલકે ૮૦૦૧,સીઓએન ૯૧૧૩ર, સીઓએન ૯પ૧૩ર, સીઓએન ૦૩૧૩૧, સીઓએન ૦પ૦૭૧ અને સીઓએન ૦પ૦૭ર.
• શેરડીના મોટાભાગના રોગો બીજજન્ય છે. જેથી તંદુરસ્ત બીજની પસંદગી એક સૌથી અગત્યનો અને પ્રાથમિક જરૂરી મુદૃો છે. શકય હોય ત્યાં સુધી ત્રિસ્તરીય પધ્ધતિથી ગરમીની માવજત આપીને તૈયાર કરેલ તંદુરસ્ત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો. સુગર ફેકટરી આ પધ્ધતિથી બિયારણ તૈયાર
કરી ખેડૂતોને આપે તો આ કામ શકય બને.
• શેરડીના સુકારા અને રાતડા રોગનાં જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડમર્ા વીરીડી અથવા ટ્રાયકોડમર્ા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ( ૮ ટન / હે.) ના દરથી ચાસમાં આપવું.
• બે થી ત્રણ આંખવાળા ટુકડાને એમ.ઈ.એમ.સી. (ર ગ્રામ/લી) અથવા કાર્બેન્ડેઝીમ (૧ ગ્રામ/લી.)ના દ્રાવણમાં પ થી ૧૦ મિનીટ બોળી પછી કટકા રોપવા.
• ઉનાળામાં ઉંડી ખેડ કરવી. જેથી જમીનમાં રહેલ ચેપ ખુલ્લો પડે અને સૂર્યના તાપમાં તેનો નાશ થાય.
• વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહીં. વધારે પડતાં ખાતરો ખાસ કરીને નાઈટ્રોજનયુકત ખાતરો વાપરવાથી પાક વધારે રોગગ્રાહય બને છે. તેવી જ રીતે પાણીનો ભરાવો કે પાણીની ખેંચ રોગને નોતરે છે.
• લાંબાગાળાની પાક ફેરબદલી કરવી જોઈએ. સુકારા રોગગ્રસ્ત જમીનમાં ડાંગરના બે પાક (ઉનાળા અને ચોમાસુ), લીલો પડવાશ (ઢેંઈચા) કરી પછી શેરડી કરવી.
• રોગગ્રસ્ત જડીયાને મુળ સાથે ઉખાડી નાશ કરવો. તે જગ્યાએ જમીનમાં કાર્બેન્ડીઝમ ( ૧ ગ્રામ/લી.) દ્રાવણ બનાવી રેડવું આખા ખેતરમાં આ દવા નાંખવી આર્થિક રીતે પોષણક્ષમ ન હોવાથી સલાહભર્યુ નથી.
• રોગનું પ્રમાણ તેની સાથે જો મૂળવેધક અને કૃમિ હોય તો વધે છે. જેથી જમીનમાં રહેલ કૃમિ તેમજ મૂળવેધકના નિયંત્રણ માટે કાર્બોફયુરાન દાણાદાર દવા (ફયુરાડાન, ૩૩કિલો/હેકટર) જમીનમાં બે વખત આપવી. પ્રથમ રોપણી બાદ ૩૦ દિવસે અને બીજી વખત પાળા ચઢાવતી વખતે આ દવા આપવી.
• રોગગ્રસ્ત ખેતરમાં શેરડીનો લામપાક રાખવો નહીં કારણ કે રોપાણ પાક કરતાં લામ પાકમાં રોગોનું પ્રમાણ વધે છે.
• રોગગ્રસ્ત ખેતરમાંથી તંદુરસ્ત ખેતરમાં પાણી આવવા દેવું નહીં.
• શકય હોય તો રોગગ્રસ્ત શેરડીની કાપણી જલ્દી કરવી.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.