રોગ ની ઓળખલામવામતા રોગ શેરડીના રોપાણ તેમજ લામ એમ બંને પાકમાં આવે છે. પરંતુ લામ પાકમાં તેનો ઉપદ્રવ ખાસ જોવા મળતો હોય તેને લામ વામતા કહે છે. આ રોગ કલેવીબેકટર ઝાયલી નામના જીવાણુંથી થાય છે.
રોગના મુખ્ય લક્ષણોમાં પાન પીળા પડે છે. ફુટ થતી નથી અને છોડ ઠીંગણા રહે છે. પેર એકદમ ટુંકી થઈ જાય છે. જયારે તેની જાડાઈ ઘટતી નથી. જે આ રોગનું ખાસ ઓળખ ચિન્હ છે. આ રોગ બીજજન્ય છે.
નિયંત્રણ:
------
• રોગ મુકત વિસ્તારમાથી તંદુરસ્ત બિયારણ પસંદ કરવુ.
• લામ પાકમાથી રોપણી માટે બિયારણ લેવું નહી.
• શેરડીના ટીસ્યુકલર છોડમાથી ત્યાર કરેલ રોગપ્રતીકારકતા દ્યરાવતા કટકાનો વાવેતરમા ઉપયોગ કરવો.
• ગરમીની માવજત આપીને તૈયાર કરેલ તંદુરસ્ત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો.
• રોગીસ્ટ છોડને ઉપાડી નાશ કરવો.
• શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
• ગરમીપાણીની માવજત માટે કટકાને પર સે. તાપમાને એક કલાક સુદ્યી રાખવા. અથવા ગરમ હવાની માવજત માટે પ૪ સે. તાપમાને ૮ કલાક સુદ્યી રાખવા.