Navsari Agricultural University
પાક ની અગત્યતા
---------------------

દિવેલાએ ગુજરાતનો અગત્યનો બિનખાદ્ય તેલીબીયાં પાક છે. ઓછા વરસાદ સામે ટકી રહેવાની શકિત, ઓછા ખચર્ે આથર્િક વળતર તથા ઓછા રોગ-જીવાતના પ્રશ્નોને કારણે આ પાક દિવસે દિવસે મધ્ય ગુજરાત, દક્ષિાણ ગુજરાત તથા રાજયના અન્ય વિસ્તારમાં ખેડૂતો અપનાવતા થગા છે. ભારત સરકારના ૧૦ ટકા ઉત્પ્ાાદન વધારવાના કાર્યક્રમને સફળ બનાવવા માટે સંશોધન આધારીત વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી વધુમાં વધુ ઉત્પાદન મળી રહે તે માટે નીચે જણાવેલ અગત્યના મુદાઓ ધ્યાનમાં લેવા જરૂરી છે.

દેશમાં અખાદ્ય તેલીબીયાંના પાકમાં દિવેલાનું સ્થાન પ્રથમ છે. દિવેલાનો ઉપયોગ દવાથી માંડીને વિવિધ ઉપયોગમાં થાય છે. દિવેલની ચિકાશના ગુણને લીધે એ એન્િજનના ઉંજણમાં , રંગ-રસાયણ બનાવવા માટે અને વિવિધ ઔધ?ગિક બનાવટો જેવી કે પ્લાસ્ટીક, સાબુ, છાપકામની શાહી, મીણ, રબર, કોસ્મેટીક, અને દવાઓમાં વપરાય છે. છોડના માવાનો ઉપયોગ પૂઠા, અને સમાચાર પત્રો માટેના કાગળોની બનાવટમાં કરવામાં આવે છે. દિવેલાના ખોળમાં રહેલ રેસીન નામના કૈફી તત્વને લીધે તે પશુઓમાં ખાણદાણમાં વાપરસ શકાતો નથી. પરંતુ જમીનની ફળદૃપતા સુધારવા સેન્િદ્રય ખાતર તરીકે તે ખૂબ જ ઉપયોગી છે. દુનિયાના દિવેલાના કુલ ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં ભારતનો હિસ્સો પ્રથમ સ્થાને છે. ભારતે ૧૯૯૯ ના વષ્ર્ામાં ૬.૯ લાખ હેકટર વિસ્તારમાં દિવેલાનું વાવેતર કરી ૮-૪ર લાખ ટન દિવેલાનું ઉત્પાદન મેળવેલ હતું વષ્ર્ા ર૦૦૦-ર૦૦૧ દરમિયાન દિવેલની નિકાસ કરી રૂા.૧૦૦૦ કરોડનું હુંડીયામણ કમાયેલ છે. આજે ભારત માત્ર વધુ દિવેલાનું ઉત્પાદન કરતો દેશ નથી, પરંતું દુનિયાની ૧૦૧૪ કિ.ગ્રા. પ્રતિ હેકટર ઉત્પાદકતા સામે તેની ઉત્પાદકતા ૧રર૧ કિ.ગ્રા. પ્રતિ હેકટર છે. આ ઉત્પાદન મેળવવામાં ગુજરાતનો મોટો ફાળો છે. વષ્ર્ા ૧૯૯૭-૯૮માં ગુજરાતમાં ૩.૪૮ લાખ હેકટર વિસ્તારમાંથી ૬.૮૭ લાખ ટન દિવેલાનું ઉત્પાદન થયેલ હતું જે દેશના દિવેલાના ઉત્પાદનના ૮ર ટકા જેટલું છે. ગુજરાતમાં દિવેલાની સરેરાશ ઉત્પાદકતા ૧૯૭૧ કિ.ગ્રા. પ્રતિ હેકટર છે. જે દુનિયામાં સૌથી ઉંચી છે. અને વષ્ર્ા ૧૯૬૦-૬પના ગાળા કરતા ૬૦૦ ટકા વધારે છે. વધુ ઉત્પાદન આપતી સંકર જાતો વિકસાવવામાં ગુજરાત દેશ અને દુનિયામાં પ્રગમ રાજય છે. આ સંકર જાતો અને તેને અનુરૂપ ખેતી પધ્ધતિની ભલામણો અપનાવવાને કારણે રાજયની ઉત્પાદકતા છ ગણી થયેલ છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.