જમીન અને આબોહવા
-----------------------
દિવેલાના પાકને સારી નિતારવાળી મધ્યમ કાળી, ગોરાડુ, રેતાળ જમીન વધુ માફક આવે છે. પાણી ભરાઈ રહે તેવી જમીન માફક આવતી નથી. તેમજ ક્ષાારીય જમીન પણ ઓછી માફક આવે છે. જો કે ઓછીથી મધ્યમ અમ્લીય જમીનમાં આ પાક લઈ શકાય છે. પાણીની ખેંચ સામે પ્રતિકારક શકિત ધરાવતો હોઈ તેની બિનપિયત પાક તરીકે સુકા વિસ્તારમાં પણ કરવામાં આવે છે.
દિવેલાના પાકને મધ્યમ ઉષ્ણતામાન ર૦૦સે. થી ર૭૦સે. ઉષ્ણતામાન તેમજ હવામાનમાં ભેજ ઓછો વધુ માફક આવે છે. આ પાક વધુ પડતી ઠંડી અને હીમ સહન કરી શકાતો નથી. ઠંડીના કારણે બીજનો ઉગાવો ઓછો તેમજ વધુ દિવસની જરૂરીયાત રહે છે અને વિકાસ અટકે છે. ૪૦૦સે. કરતાં વધુ ગરમીને કારણે ફુલને નુકશાન થાય છે. તેમજ નર ફુલનું પ્રમાણ વધતાં ઉત્પાદન ઘટે છે. જીવનકાળ દરમ્યાન પ૦૦ થી ૬૦૦ મી.મી. વરસાદની જરૂરીયાત રહે છે. આ પાક માટે એક હળની બે થી ત્રણ કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતળ કરી વાવેતર કરવું.
પ્રાથમિક ખેડ અને ખાતર
---------------------------
દિવેલા લાંબા ગાળાનો પાક હોય, હેકટર દીઠ ર૦ થી રપ ગાડી છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું. તેમજ દિવેલાનાં મૂળ જમીનમાં વધુ ઉંડા જતાં હોય, ટ્રેકટર પ્લાઉથી અથવા દેશી હળથી ઉંડી ખેડ કરી કરબથી અથવા ડીસ્કથી ઢેફંા ભાંગી સમાર મારી જમીન તૈયાર કરવી.