પિયત વ્યવસ્થાપન
---------------------
પાકને જીવનકાળ દરમ્યાન જમીનની પ્રત અને ભેજ સંગ્રહશકિત મુજબ પિયત આપવાથી આથર્િક ફાયદો થાય છે. ચોમાસાનો વરસાદ નિયમિત અને સારો હોય તો, ચોમાસા દરમ્યાન પિયત આપવાની જરૂરીયાત રહેતી નથી. પરંતુ વરસાદ બંધ થયા પછી ર૦ દિવસે અને ત્યારબાદ ૧પ થી ર૦ દિવસના ગાળે પિયત આપવું જોઈએ. વરસાદ અનિયમિત હોય તો ચોમાસા દરમ્યાન પાણી આપવું જોઈએ, કારણ કે જમીનમાં વધુ પડતી ગરમીને લીધે મૂળના કોહવારાનો રોગ આવવાની શકયતા રહે છે.
પાકને જીવનકાળ દરમ્યાન જમીનની પ્રત અને ભેજ સંગ્રહ શકિત મુજબ ૭ થી ૮ પિયત આપવાથી આથિક રીતે વધુ ફાયદો થાય છે. જેમાં પ્રથમ ચાર પિયત વરસાદ બંધ થયા પછી ૧પ દિવસના ગાળે તથા બાકીના ૪ પિયત ર૦ દિવસના ગાળે આપવા જો એકજ પિયત આપી શકાય તેમ હોય તો વાવણી બાદ ૭પમા દિવસે આપવું.
મધ્ય ગુજરાતમાં કાળી જમીનમાં ચાર પિયત આપવા જેમાં પ્રથમ પિયત વરસાદ બંધ થયા પછી ૪૦ દિવસે બીજુ પિયત પ્રથમ પિયત પછી ર૦-રપ દિવસે અને બાકીના બે પિયત ૩૦ દિવસના ગાળે આપવા.
પાણીની તીવ્ર અછતવાળા વિસ્તારમાં ટપક સિંચાઈ પધ્ધતિથી પિયત આપવું જેનાથી ર૪ ટકા પાણી બચે છે તથા ૩૬ ટકા વધુ ઉત્પાદન મળે છે. આ પધ્ધતિથી આંતરા દિવસે ઓકટો-નવે. માસમાં ૪૦ મિનિટ તથા ડિસેમ્બર માસમાં ૩૦ મિનિટ પાણી આપવું.
દક્ષિાણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ટપક સિંચાઈ પધ્ધતિથી ર૯ ટકા પિયત પાણીનો બચાવ થાય છે. તથા ૪૩ ટકા વધુ ઉત્પાદન મળે છે. આ પધ્ધતિ દવારા નાઈટ્રોજન ખાતર પણ આપવાની સલાહ છે.
મધ્ય ગુજરાતમાં ખાંધા ફાર્મના સંશોધનને આધારે જાણી શકાયુ છે કે પાણીની તીવ્ર અછતવાળા વિસ્તારમાં કાળી જમીનમાં દિવેલાનું વાવેતર કરતા ખેડૂતોને ર૩ ટકા વધારે ઉત્પાદન મેળવવા તથા ૭૩ ટકા પાણીની બચત કરવા ટપક સિંચાઈ પધ્ધતિ વાપરવી. આ પધ્ધતિનમાં ૯૦ સે.મી.ના અંતરે ૩ લીટર પ્રતિ કલાકના પ્રવાહ દરના ટપકણીયા ગોઠવી પધ્ધતિને ૧.ર કિ.ગ્રા./ચો.સે.મી. દબાણે ઓકટોબરથી જાન્યુઆરી માસ દરમિયાન રપ થી ૩૦ મીનીટ એકાંતરે દિવસે ચલાવવી.