ખાતર વ્યવસ્થાપન
--------------------
રાસાયણિક ખાતર :
દિવેલા લાંબા ગાળાનો પાક હોઈ વધુ ઉત્પ્ાાદન મેળવવા તથા જમીનની ફળદૃપતા જાળવી રાખવા માટે હેકટર દીઠ ૧૦ ટન છાણીયંુ ખાતર કે એક ટન દિવેલી ખોળ આપવો આ બંને ન મળી શકે તો જુનના અઠવાડિયે ગુવાર કે શણનો લીલો પડવાશ કરી દિવેલાના પાક માટે કુલ ૧ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા રપ કિલો ફોસ્ફરસ/હેકટર રાસાય્ણિક ખાતરની ભલામણ પ્રમાણે ખાતર આપવું. તેમાંથી ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા રપ કિ. ફોસ્ફરસ/હેકટર પાયાના ખાતરના રૂપમાં ચાસમાં ૭ થી ૮ સે.મી. ઉંડે આપવું.
છેલ્લા સંશોધન પ્રમાણે દિવેલાના પાકને એકલુ રાસાય્ણિક ખાતર આપવા કરતાં નીચે પ્રમાણે સંકલિત ખાતર આપવાથી વધુ ઉત્પાદન તથા આવક મળે છે. તેમજ જમીનની ફળદૃપતા પણ જળવાઈ રહે છે.
પ૦% રા.ખા. + રપ% ના છાણીયા ખાતરમાંથી લીલો પડવાશ.
૭પ% રા.ખા. + રપ% ના છાણીયુ ખાતરમાંથી કે રપ% ના દિવેલીના ખોળ દવારા અથવા લીલોપડવાશ કરીને.
૭પ% રા.ખા. + રપ% ના નાઈટ્રોજન છાણીયા ખાતર દવારા + એઝોસ્પીરીયમ સીડ ટ્રીટમેન્ટ (પ૦ ગ્રામ એક કિલો બીજ માટે) જમીન જો સલ્ફર તત્વની ઉણપવાળી હોય તો હેકટરે ર૦ કિલો સલ્ફર (૧રપ કિ. જીપ્સમના રૂપમાં).
વરસાદ આધારીત ખેતી :
નાઈટ્રોજન કિલો/હે. ફોસ્ફરસ કિ./હે. પોટાશ કિ./હે. ખાતર આપવાનો સમય
૪૦ ૪૦ ૦
ર૦ ૪૦ ૦ પાયામાં રોપણી સમયે
ર૦ ૦ ૦ ફુલ આવ્યે ૪પ દિવસે
પિયતવાળા વિસ્તારમાં :
નાઈટ્રોજન કિલો/હે. ફોસ્ફરસ કિ./હે. પોટાશ કિ./હે. ખાતર આપવાનો સમય
૭પ પ૦ ૦
૩૭.પ પ૦ ૦ પાયામાં રોપણી સમયે
૩૭.પ ૦ ૦ ફુલ આવ્યે ૪પ દિવસે