સાંઠાની માખી (શુટ ફલાય):સાંઠાની માખી (શુટ ફલાય):
---------------------
પુખ્તી માખી સફેદ અને આછા રાખોડી રંગની હોય છે. જે ઘરમાખી કરતા કદમાં નાની અને આશરે ૫ મી.મી. લાંબી હોય છે. ઈંડાં સફેદ રંગના, નળાકાર, હોડી આકારના અને પાનની નીચેની સપાટી પર મૂકાય છે જે ચ૫ટા હોય છે. આ જીવાતની ઈયળ કીડા તરીકે ઓળખાય છે. જે પગ વગરની, પીળાશ પડતા રંગની અને આશરે ૬ મી.મી. જેટલી લાંબી હોય છે. ઈંડાંમાંથી નીકળેલો કીડો સાંઠામાં કોરાણ કરી વિકાસ પામતા પીલાને કાપી ખાય છે. ૫રિણામે મઘ્યક પીલો સુકાયને મરી જાય છે. જેને “ડેડહાર્ટ” કહે છે. આવો સુકાયેલો ભાગ સહેલાઇથી ખેંચાઇ આવે છે અને દૂર્ગંધ મારે છે. નુકસાન પામેલા છોડનાં સાંઠાની બાજુએ ફૂટ કે પીલા જોવા મળે છે.
સંકલિત વ્યતવસ્થાલ૫ન:
-----------------
o પ્રતિકારક જાતો જેવી કે કો-૧, સીએસએસ-૧૫ આર, મલદાની અને હગારીનું વાવેતર કરવું.
o જુવારની વહેલી વાવણી કરવાથી આ જીવાતનો ઉ૫દ્રવ ઘટાડી શકાય છે.
o બીજ ઉત્પાદન પ્લો ટમાં કાર્બોફયુરાન ૩% દાણાદાર દવા ર ગ્રામ પ્રતિ એક મીટર ચાસમાં વાવણી વખતે આ૫વી.
o ઓગષ્ટન ૫છીની વાવણીમાં ઉ૫દ્રવ વધુ જોવા મળતો હોવાથી જુવારના બીજને દિવેલનો ૫ટ આપ્યાવ બાદ થાયામેથોકઝામ ૭૦ ડબલ્યુઉએસ ૩ ગ્રામ અથવા કાર્બોસલ્ફાવન ર૫ એસટી ૧૬૦ ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુષએસ ૧૦ ગ્રામ/કિલો બીજ મુજબ માવજત આપી વાવણી કરવાથી નુકસાન ઘટાડી શકાય છે.
o જુવારની સીધી વાવણીમાં બીજ દર વધુ (૧ર.૫ કિ.ગ્રા/હે.) રાખવાથી નુકસાન ઘટાડી શકાય છે.
o અગાઉના પાકની કા૫ણી બાદ તરત જ ખેડ કરી અવશેષોનો નાશ કરવો.
o જરૂર જણાયે સાય૫રમેથ્રીન ૧૦ ઈસી ૫ મિ. લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયત્રંણ થાય છે.