Navsari Agricultural University
કણસલા કોરી ખાનાર ઈયળ:
--------------------

ઈંડાં આછા પીળા રંગના, ગોળ અને છુટા છવાયા કણસલા પર મૂકાય છે. ઈયળ લીલાશ પડતા રંગની કે કથ્થઈ રંગની અને ઘેરા કથ્થઈ રંગની સમાંતર લાઈન સાથે સફેદ લાઈનવાળી હોય છે. જ્યારે પુખ્ત ફૂદું આછા પીળા કે કથ્થઈ રંગનું, મધ્યમ કદનું અને લીલાશ કે આછા કથ્થઈ રંગની ગોળ ટપકાવાળી અગ્ર પાંખો તેમજ આછા ધુમાડીયા સફેદ રંગની, મોટા કાળા ખૂણાવાળી પશ્વ પાંખો ધરાવે છે. ઈંડાંમાંથી નીકળેલી ઈયળ કણસલામાં વિકસતા દૂધિયા દાણા ખાય છે. નુકસાન પામેલ કણસલુ સફેદ રંગનુ અને અર્ધ ખાધેલુ દેખાય છે. કણસલામાં હગાર જોવા મળે છે.

સંકલિત વ્યાવસ્થા ૫ન:
-----------------

o ઉનાળામાં ઉંડી ખેડ કરવી.
o ખેતરના શેઢા-પાળા ચોખ્ખાંં રાખવા.
o પાકની કણસલા અવસ્થાકએ રાત્રિના સમયે એક પ્રકાશ પિંજર/હે ગોઠવવું.
o લીલી ઈયળ માટેના પાંચ ફેરોમોન ટ્રેપ/હે મૂકવા.
o લીલી ઈયળનું એનપીવી (૮×૧૦૧૦ પી.ઓ.બી.) ૨૫૦ એલ.ઇ. અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસ પાવડર ૫૦૦ ગ્રામ/હે ૪૦૦ થી ૫૦૦ લિટર પાણીમાં ભેળવી કણસલા પર છંટકાવ કરવો.
o કણસલુ નિકળ્યા બાદ ૩જા અને ૧૮માં દિવસે કાર્બારીલ ૧૦% અથવા મેલાથીઓન ૫% ભૂકી ર૫ કિ.ગ્રા./હે છંટકાવ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.