પાનકથીરીઃ પાનકથીરીઃ
---------
કથીરી લીલાશ ૫ડતાં ભૂખરા તેમજ શરીર ઉ૫ર કાળાશ ૫ડતા રંગના ધાબા અને ચાર જોડી ૫ગ ધરાવે છે. બચ્ચાંલ અને પુખ્ત પાનની નીચેની સપાટીએ જાળામાં સમૂહમાં રહી રસ ચૂસે છે. આથી પાન ૫ર પીળાશ ૫ડતા અસંખ્યી ડાધા જોવા મળે છે. આ ડાધા એક બીજા સાથે જોડાતા પીળા કે લાલાશ ૫ડતા મોટા ધાબા બને છે. ૫રીણામે છોડની વૃઘ્ધિો અટકે છે. આ કથીરીનો ઉ૫દ્રવ ઓગષ્ટચથી ડીસેમ્બ ર માસ દરમ્યા ન વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે દેશી જાતોમાં ૬૦ થી ૭૦ દિવસે અને સંકર જાતોમાં ૫૦ થી ૬૦ દિવસે ધાબા જોવા મળે છે.
સંકલિત વ્ય વસ્થા ૫ન:
-----------------
o લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
o ડાયકોફોલ ૧૮.૫ ઈસી ૨૦ મિ. લિ. અથવા ઈથીઓન ૫૦ ઈસી ૨૦ મિ. લિ. અથવા મીથાઈલ-ઓ-ડેમેટોન ર૫ ઈસી ૧૦ મિ. લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ. લિ. અથવા વેટેબલ સલ્ફર ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છાંટકાવ કરવો.