મોલો-મશી:
---------
પાકની શરૂઆતની વધ અવસ્થામએ લીલા રંગની અને તે પુરી થયા બાદ અને કણસલા નિકળે તે ૫હેલાં કાળી અને કણસલા અવસ્થાનએ પાનની નીચે અને કણસલામાં પીળા રંગની મોલો-મશી જોવા મળે છે. મોલો-મશીના બચ્ચાં તથા પુખ્ત કીટક પાનની ભુંગળી તથા પાનમાંથી રસ ચુસે છે. તેથી પાન પીળા ૫ડી જાય છે. આ જીવાતના શરીમાંથી ચીકણા મધ જેવો ૫દાર્થ ઝરતો હોવાથી પાન ઉ૫ર કાળી ફુગનો વિકાસ થાય છે. ૫રીણામે પ્રકાશસંશ્વલેષણની ક્રિયા અવરોધાવાથી છોડની વૃઘ્ધિઅ અટકી જાય છે.
સંકલિત વ્યઘવસ્થાી૫ન:
------------------
o આ જીવાત ઉ૫ર નભતા ૫રભક્ષી ડાળીયા (લેડીબર્ડ બીટલ) મોટી સંખ્યાામાં જોવા મળે છે. જેથી જંતુનાશક દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી.
o તેમ છતાં જરૂર જણાય તો ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ. લિ. અથવા મિથાઈલ-ઓ-ડેમેટોન ર૫ ઈસી ૧૦ મિ. લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.