Navsari Agricultural University

સાંઠાનો વેધક :

સાંઠાનો વેધક :
-----------

સાંઠાના ટપકાવાળા વેધકના ઈંડાં દેખાવે ભીંગડાવાળી જીવાત જેવા ચ૫ટા, લંબગોળ અને જથ્થા માં પાનની નીચેની સપાટીએ મુખ્યા નસની નજીક જોવા મળે છે. ઈયળ પીળાશ ૫ડતા કથ્થ ઈ રંગની અને ઘેરા કથ્થીઈ રંગના માથાંવાળી હોય છે. જયારે ફૂદું મઘ્યજમ કદનું અને ૫રાળ જેવા રંગનું હોય છે. સાંઠાના ગુલાબી વેધકની માદા મણકા જેવા ઈંડાં લાઈનમાં આવર્તક ૫ર્ણતલની અંદર મૂકે છે. ઈયળ ગુલાબી રંગની અને ઘેરા કથ્થંઈ રંગના માથાંવાળી હોય છે. જયારે ફૂદું મઘ્ય૫મ કદનું અને ૫રાળ જેવા રંગનું અને સફેદ પાંખવાળુ હોય છે. સાંઠાના ટપકાવાળા અને ગુલાબી વેધકના ઈડાંમાંથી નીકળેલી ઈયળ સાંઠામાં કોરાણ કરી વિકાસ પામતા પીલાને કાપી ખાય છે. પરિણામે સાંઠાની માખીના નુકસાનની જેમ જ મધ્ય પીલો સુકાયને મરી જવાથી “ડેડહાર્ટ” જોવા મળે છે. સાથે સાથે ઈયળે સાંઠામાં આંતરગાંઠ નજીક કોરેલ કાણું જોવા મળે છે. આ ઉપરાંત કુમળા પાન પર સમાંતર કાણાં જોવા મળે છે નુકસાન પામેલા સાંઠાને ચીરતા ઈયળનું બોગદા જેવુ કોરાણ નજરે પડે છે.


સાંઠાનો વેધક :

સંકલિત વ્યમવસ્થામ૫ન:
------------------

o તેનો “ડેડહાર્ટ” સહેલાઈથી ખેંચી શકાય તેવો હોવાથી તેને ખેંચી કાઢી ચારા તરીકે કે સેન્દ્રિ ય ખાતર બનાવવામાં ઉ૫યોગ થઈ શકે છે.
o પાકના અવશેષો અને જડીયાનો શિયાળામાં જ નાશ કરવો જોઈએ જેથી જીવાતની છુપી અવસ્થાવઓનો નાશ થાય છે.
o આંતરપાક તરીકે ચોળી કે વાલ પા૫ડીના પાકની જુવારની દર ચાર લાઈન બાદ એક લાઈનની વાવણી કરવી.
o જીવાતની મોજણી માટે પ્રકાશ પિંજરનો ઉ૫યોગ કરવો.
o જૈવિક નિયંત્રકોમાં ટ્રાયકોગ્રામા માયનુટમ, બ્રેકોન ચીનેન્સીદસ અને એપેન્ટેણલીસ ફલેવીપ્સન અસરકારક જણાયેલ છે.
o ફોરેટ ૧૦ જી ૮ કિ.ગ્રા. અથવા કાર્બોફયુરાન ૩ જી ૧૭ કિ.ગ્રા. મુજબ ૫૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવી ભુંગળીમાં આપવી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.