ફણગાવેલ બીજનો ઉપયોગ કરી વાવેતર કરતી વખતે શરૂઆતમાં જમીન ભેજથી સંતૃપ્ત રહે તે જોવું. વાવેતર બાદ ૮ થી ૧૦ દિવસે છોડ વૃધ્િધ પકડે અને ૪ થી પ સે.મી.ના ઊંચાઈના થઈ જાય પછી પ્રમાણસર થોડું પાણી વધારવું. આ સમય દરમ્યાન વરસાદ પડે અને કયારીમાં પાણી ભરાય જાય તો પાણીનો નિકાલ થઈ જાય તેવી નિતાર વ્યવસ્થા કરવી જરૂરી છે. જયારે છોડ ૧૦ થી ૧ર સે.મી. ની ઉંચાઈના થાય ત્યાર બાદ ફેર રોપણીથી કરેલ વાવેતર માફક જમીનમાં ર થી ૩ સે.મી. પાણી રહે તે રીતે નિયમન કરતું રહેવું.