ધરૂવાડિયું તૈયાર કરવાની ઝંઝટમાંથી મુકતિ અને ધરૂવાડિયું તૈયાર કરવા માટેનો જમીન, પાણી, ખાતર, દવાઓ, મજૂરી ખર્ચ વગેરે જે વધારાનો ખર્ચ થાય તે અને સમય બચાવી શકાય છે.
મજુરોની તંગીના કારણે સમયસર ફેરરોપણી કરી શકાતી નથી. પરતું ઓછા મજૂરો દ્રારા ફણગાવેલા બીજની વાવણી વ્યવસ્િથત કરી શકાય છે.
સમયસર વાવેતર થવાથી અને બીજ સેટ થવાથી વૃધ્િધ અને વિકાસ ઝડપથી થતો હોય પાકના પાકવાના દિવસોમાં ખાસ કોઈ ફેર પડતો નથી.
ધરૂવાડિયું નિષ્ફળ જવાથી ડાંગરના વાવેતરમાં જે મુશ્કેલી ઉભી થાય તેવો પ્રશ્ન રહેતો નથી.
ફણગાવેલ બીજ તૈયાર કરવામાં વધારાનો બીજો કોઈ ખર્ચ કરવો પડતો નથી.
આ પધ્ધતિથી ડાંગરની ખેતી કરવાથી સમય,મજૂરી ઉપરાંત પાણીનો ૪૦% જેટલો બચાવ થાય છે. મજૂરોને પડતી હાડમારી કે પાણીમાં હાથ અને પગ રહેવાથી થતા કહોવારાના રોગો તેમજ વાંકા વળવાના કારણે કેડ તેમજ કરોડરજજુના રોગો થવાનો ભય રહેતો નથી.